________________ સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક’..... જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય-ભાવના નિત્ય કર્તવ્ય છે.” (વ.પૃ.૪૯૨) પૂર્વકાળમાં જ્ઞાનીનો આશ્રય લીઘો નથી એ જ કારણ પરિભ્રમણનું થયું છે “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જ આત્મજ્ઞાન તે યથાર્થ બોઘની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોઘની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોઘસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે.” (વ.પૃ.૩૫૭) પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ ઘટાડવી, તો આશ્રય રહે જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોઘ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાઘનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાઘનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાઘનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે.” (વ.પૃ.૪૫૪) અજ્ઞાની અને અશક્ત મનુષ્યો પણ સંતચરણના આશ્રયથી તરી ગયા “તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ઘર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (વ.પૃ.૬૨૬) જ્ઞાની પુરુષના શરણસહિત દેહ છૂટે તો જીવન ધન્ય બની જાય “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મમરણાદિનો નાશ કરી શકે કેમકે તે યથાસંભવ ઉપાય છે.” (વ.પૃ.૫૦૩) 259