________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'...... વઘી શક્યા નહીં. આથી કંટાળીને તેઓ બીજા દિવસે આવ્યા જ નહીં. તાત્પર્ય કે - જેનું ચિત્ત જરાયે સ્થિર નથી, ભમતું જ રહે છે, અન્યોન્ય વસ્તુ તરફ દોડતું જ રહે છે તેને ભક્તિ કે સત્સંગમાં સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય. માટે વિક્ષેપના કારણોથી નિવૃત્ત થઈ, તેમજ પર પુગલનું વિશેષ માહાભ્ય મનમાં ન રાખી સત્સંગ કરે તો સ્થિરતા આવે અને સાચી ભક્તિ થાય.” કાળ ફરી ગયો છે, ભગવાનનું નામ પણ સાંભળવા ન મળે “આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. તેથી ભક્તિ નથી જાગતી. જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. કાળ ફરી ગયો છે. પહેલાં સતયુગમાં તો મહાપુરુષના યોગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી. પરંતુ આ કાળમાં તો ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ઘર્મનાં સ્થાનોમાં પણ બીજી ઇચ્છા રાખે છે.” -બો.૨ (પૃ.૭૧) બોઘામૃત ભાગ-૩' માંથી : સ્ત્રીપુત્રાદિ કરતાં અનંતગણો પ્રેમ પુરુષ પ્રત્યે આવવો જોઈએ જેને સત્પરુષના દેહ, ચિત્રપટ, વીતરાગમુદ્રા, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી 323