________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તેણે તે પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રીપુત્રના દેહ વચનાદિ પ્રત્યે પ્રેમ છે તેથી અનંતગણો પ્રેમ પુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે.” -બો.૩ (પૃ.૨૦૪) કામ કરતાં પણ ભાવ-પ્રેમ કૃપાળુદેવ તરફ કે સ્મરણમાં રાખવો “અનાદિકાળથી જે પ્રેમવડે સંસાર પરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હોય તો પણ ગાયને ચરવા ખેતરોમાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હોય છે. તેથી તે વારંવાર ચરતાં ચરતાં તેને સાંભરી આવે છે ને ઊંચુ ડોક કરી બરાડે છે, તેમ કામ કરતાં જતાં પણ આપણો ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે.” -બો.૩ (પૃ.૧૧૩) પ્રભુ પ્રભુ લય લાગી હોય તો જ્યાં જાય ત્યાં એનું મન પ્રભુમાં હોય. કેમકે જ્યાં પ્રેમ હોય ત્યાં મન સહેજે જાય છે. એના ઉપરથી શ્રી આનંદઘનજી મહારાજ એક કાવ્યમાં ચાર-પાંચ દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવે છે કે એવો પ્રેમ પ્રભુમાં લગાડીને પ્રભુની ભક્તિ કરો કે પ્રભુ સદેવ તમારી પાસે રહે. “ઐસે અરિહંત કે ગુણ ગાવ રે મના; ઐસે જિનચરણે ચિત્ત લાવ રે મના. અર્થ - હે ભવ્યો! તમે એવા પ્રકારે અરિહંત ભગવાનના ગુણગાન કરો અથવા એવી રીતે જિન એટલે રાગદ્વેષ, અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા વીતરાગ પુરુષોના ચરણકમળમાં પ્રીતિ ઘરો કે જેથી મન બીજે જાય જ નહીં. હવે કેવા પ્રકારે ચિત્તને પ્રભુ ભક્તિમાં લીન રાખવું તે દ્રષ્ટાંતો દ્વારા જણાવે છે :પહેલું દૃષ્ટાંત - ચારો ચરતા પણ ગાયનું મન પોતાના વાછરડામાં ઉદરભરણ કે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારુ ચરે ચિંહુ દિશી ફિરે રે, વાકી સુરતિ બછુટવા માંહિ રે મનાવ ઐસે. જીના અર્થ - ઉદરભરણ એટલે પેટ (T ભરવાને કારણે ગાય વનમાં જાય. ત્યાં ચારો ચરે અને તેના માટે ચારે દિશાઓમાં ઘાસ - ખાવા માટે ફરે પણ તેની સુરતિ એટલે ધ્યાન લક્ષ તો પોતાના બછુરવા એટલે વાછરડામાંબચ્ચાંમાં જ હોય છે કે તે બિચારું મારા વગર શું કરતું હશે? એનો પ્રેમ ત્યાં જ લાગેલો રહે જેમ જન કે 324