________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'..... તેમ આપણો પ્રેમ પણ દરેક કામ કરતાં પોતાના ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્માના શુદ્ધ સહજાત્મસ્વરૂપના રટણમાં જ લાગેલો રહેવો જોઈએ જેથી આત્માનું શીધ્ર કલ્યાણ થાય. બીજું દ્રષ્ટાંત - વાતો કરતા પણ સખીઓનું મન માથા ઉપરના ઘડાઓમાં સાતપાંચ સાહેલીઓ રે, હિલમિલ પાણી જાય; તાલી દિયે ખડખડ હસે રે, વાંકી સુરતિ ગગુરવા માંહિ રે મના. ઐસેવ અર્થ - પચાસેક વર્ષ પહેલાં પાણી ભરવા માટે બધી બહેનોને કૂવા ઉપર જવું પડતું હતું. ત્યાંથી મોટા માટલા ઉપર નાનું માટલું મૂકીને તે પાણી ભરી ઘરે આવતી હતી. રસ્તામાં પાંચ સાત બહેનપણીઓ વાતો કરતી જાય, ખડખડ હસે પણ ખરા કે હસવામાં તાલી પણ પાડે. છતાં તેની સુરતિ એટલે તેનું ધ્યાન-લક્ષ તો માથા ઉપર રાખેલ ગગુરવા એટલે ઘડાઓમાં જ હોય છે કે જેથી એ નીચે પડી ન જાય. : - એમ આપણું મન પણ અતિ ચંચળ હોવાથી તેને પ્રભુ પ્રભુની લય લગાડીને તેના સ્મરણમાં જ લીન કરવા યોગ્ય છે કે જેથી એ બીજા અશુભ વિચારો કરી આપણને નીચ ગતિમાં ન લઈ જાય. 325