________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન fe 1 ત્રીજું દૃષ્ટાંત - દોરી ઉપર નાચતા નટનું મન કોલાહલ હોવા છતાં સ્થિર નટુઓ નાચે ચેકમાં રે, લોક હરે લખ શોર; વાંસ ગ્રહી વરતે ચઢે રે, વાકો ચિત્ત ન ચલે કિહું ઠોર રે મના. ઐસે. અર્થ - નટની ટોળી ચોકમાં ઊભી છે. ઢોલ વગાડે છે, લોકો પણ ઘણા શોર એટલે - A = અવાજ કરે છે. તે વખતે વાંસ પકડીને નટ વરતે એટલે દોરી પર ચઢે છે અને એકલી દોરી ઉપર ઊભો રહીને હાથના ઈશારાથી નાચ કરી લોકોને બતાવે છે. લોકો આ જોઈને આનંદ પામી ખૂબ અવાજ કરે છે. છતાં પણ નટનું મન તો એ દોરી ઉપરના સમતુલનને જાળવવામાં જ રહે છે, બીજે ક્યાંય જતું નથી; ત્યાં જ સ્થિર છે. એવી રીતે આપણે પણ ભક્તિ કે સત્સંગ કરતા મનને સ્થિર રાખવું જોઈએ કે જેથી તે કર્મબંઘ કરાવી મનુષ્યનો ભવ બગાડે નહીં, પણ ભક્તિ કે સત્સંગનો પૂરો લાભ લઈ મનુષ્યભવ સફળ કરે. 326