________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
"દ ન સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે, કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો
અમારો આત્મસાક્ષાત્કાર છે.” (વ.પૃ.૪૬૯)
સત્સંગના બાઘક કારણોને ન છોડે તો સત્સંગ ફળવાન થાય નહીં “૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાઘ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!” (વ.પૃ.૪૬૯)
આ બાઘક કારણો સત્સંગ ફળવાન ન થવા દે “૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.” (વ.પૃ.૪૬૯)
સત્સંગને અર્થે દેહત્યાગ થાય તો ભલે થાય ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” (વ.પૃ.૪૭૦)
અભયકુમારની બુદ્ધિથી આવેલ જાગૃતિ આર્દ્રકુમારનું દૃષ્ટાંત - “હાલમાં એડન કહેવાય છે ત્યાં આદન નામનો રાજા હતો. તે વખતે મગઘદેશમાં શ્રેણિક રાજા હતો. તે બંને રાજાઓને પોતપોતાને સ્થાને રહ્યા રહ્યા પરસ્પર પ્રીતિભાવ હતો, તેથી તેઓ એક બીજાને સારી સારી વસ્તુઓ મંત્રી દ્વારા ભેટ મોકલતા હતા. આદન રાજાને આદ્રકુમાર અને શ્રેણિકરાજાને અભયકુમાર નામે પુત્ર હતા. પિતાને લઈને તેના પુત્રોને પણ પ્રતિભાવ થયો; તેથી એકવાર આન્દ્રકુમારે, પોતાના પિતાએ શ્રેણિક રાજાને ભેટ મોકલી ત્યારે પોતે પણ અભયકુમાર માટે કેટલીક વસ્તુઓ કોટી મૂલ્યવાળા મણિ અને વસ્ત્રો વગેરે ભેટ તરીકે મોકલ્યાં.
તે વસ્તુઓ મળ્યા પછી તે લાવનારા પાછા જવાના હતા ત્યારે શ્રેણિક રાજાએ આદન રાજા માટે ભેટની વસ્તુઓ મોકલી. તે સાથે અભયકુમારે પણ આદ્રકુમારનું ભેટશું જોઈ વિચાર્યું કે પૂર્વભવમાં આન્દ્રકુમારે કંઈ વ્રતની વિરાઘના કરી હશે તેથી તેનો અનાર્યદેશમાં જન્મ થયો છે. પણ
૧૦૨