________________
જોગ નથી સત્સંગનો'.....
નિકટભવિ જણાય છે માટે હું એવી વસ્તુ મોકલું કે જેથી એને જાતિસ્મરણજ્ઞાન થાય. તેથી એક પેટીમાં ઋષભદેવ પ્રભુની પંચ ઘાતુની મૂર્તિ પૂજાના ઉપકરણો સહિત મૂકીને મોકલી. સેવકોને કહ્યું કે-“આ પેટી આર્દ્રકુમારને હાથોહાથ આપજો. અને તે એકાંતમાં એકલા હોય ત્યારે ઉઘાડીને જુએ એમ કહેજો.” સેવકોએ એમ જ કર્યું.
આર્દ્રકુમારે એકાંતમાં પેટી ઉઘાડી અને પ્રતિમાજી જોઈને બહુ જ રાજી થયો. પછી “આ આભૂષણ ક્યાં પહેરવાનું હશે?” એમ વિચારી હાથે ગળે માથે બધે લગાડી જોયું, પણ ઠીક લાગ્યું નહિ. પછી સામે મૂકીને જોવા લાગ્યો તો બહુ ઠીક લાગ્યું. તે વખતે તેના મનમાં વિચાર થયો કેમેં આવું કાંઈક જોયું છે.” ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વભવ દીઠો.
T
I[l
E
પૂર્વભવે ચારિત્ર વિરાઘેલું તેથી અનાર્યદેશમાં ઉત્પન્ન થયાનું સમજાણું, એટલે પછી આર્ય દેશમાં જવાની અને દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા થઈ. તેના પિતા તેને આર્ય દેશમાં જવા દે તેમ ન હોવાથી છુપી રીતે નીકળી ગયો. આર્યભૂમિ પર આવી દીક્ષા લીધી. અભયકુમારને મળ્યો. પરસ્પર બહુ પ્રેમ થયો. પછી એકવાર સ્કૂલના થઈ પણ પછી વિશુદ્ધ ચારિત્ર પાળી ઉગ્ર તપ કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને પાંચસો મુનિ સાથે મોક્ષે ગયા.
આ બઘા સત્સંગતિના ફળ છે, તેથી પિતાની ખાસ ફરજ છે કે–પુત્રને સારા સંસ્કાર આપે, સત્સંગ કરાવે, સારા પુસ્તકો વાંચવા માટે લાવે જેથી જીવનું કલ્યાણ થાય.”
૧૦૩