________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જ્ઞાનીના ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય જાણી આરાધવાથી સમ્યક્ત્વ
“૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૭૦)
સત્સંગથી પ્રાપ્ત બોધને અનુસરે નહીં તો કદી કલ્યાણ થાય નહીં
‘૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.’’ (વ.પૃ.૪૭૦)
‘જોગ નથી સત્સંગનો’....
પુણ્ય વિના સત્સંગ કરવો સૂઝે નહીં તેમ મળે પણ નહીં
કંદોઈની છોકરીનું દૃષ્ટાંત :—‘૧. દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળી, પાવડા
લઈને મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની છોકરીએ તેના પિતાને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? કંદોઈએ કહ્યું, મજૂરી કરવા જાય છે. તેણે પૂછ્યું કેમ મજૂરી કરવા જાય છે ?
૧૦૪