________________
જોગ નથી સત્સંગનો'... કંદોઈએ કહ્યું, દુકાળમાં ખાવાનું મળે નહીં, માટે મહેનત કરીને પેટ ભરવાનું કરે ૩ છે. ત્યારે તે છોકરીએ કહ્યું કે “આ ખાજાંની ભૂકરી ખાય નહીં?” કંદોઈએ કહ્યું, એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે?”
તેમ સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે. પણ જેને પૂર્વના પુણ્ય વડે સત્સંગ મળ્યો છે તેને એમ થાય કે “બઘા આવો સત્સંગ ન કરે?” પણ પુણ્ય વિના સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ છે.” (ઉ.પૃ.૧૯૩)
સત્સંગથી આત્માની શ્રદ્ધા થાય છે, બોઘ પરિણમે છે “સત્સંગનું માહાભ્ય અથાગ છે. સત્સંગમાં શું છે? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે.“ (ઉ.પૃ.૪૭૪).
સત્સંગના યોગે તિર્યંચ ગતિના જીવો પણ દેવગતિને પામ્યા. કૃપાળુદેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે. ઉપદેશ, સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજાં કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંચગતિના જીવો પણ સપુરુષના બોઘે દેવગતિ પામી, સમકિત પામી મોક્ષ પ્રાપ્ત થયા છે, તેવી શાસ્ત્રમાં કથાઓ છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. તેથી સમકિત આવે છે અને મોક્ષ પણ થાય છે.” (ઉ.પૃ.૪૯૬)
સત્સંગમાં તન્મયપણું આવે તો કામ થઈ જાય શેઠ પુત્ર ઘનાભદ્રનું દૃષ્ટાંત “એક રાજા મરણ પામ્યો. તેનો કુમાર નાની ઉંમરનો હતો. તેને મારી નાખી રાજ્ય લઈ લેવાની પિત્રાઈઓએ જાળ રચી. પ્રઘાને રાણીને આ વાત જણાવી. રાણી કુમારને લઈ નાસી છૂટી. કોઈ ગામમાં ખેડૂતને ત્યાં આવી રહી. તેનું કામ તે કરતી. કુમાર ખેડૂતના વાછરડાં ચારવા જંગલમાં ગયો. વાછરડાં છૂટાછવાયાં જંગલમાં જતા રહ્યાં. કુમાર તેમને ખોળતો ખોળતો એક ગુફા પાસે આવી પહોંચ્યો. ત્યાં એક મુનિને જોયા. તે મુનિ ! કેટલાક શિષ્યોને બોઘ આપી રહ્યા હતા. તે સાંભળવા કુમાર બેઠો, બોઘ બહુ મીઠો લાગ્યો. '
૧૦૫