________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન
/ \ બીજા કોઈના સંગમાં પડવું નહીં. સત્પરુષ ઉપર શ્રદ્ધા અને નિઃસ્પૃહતા એ બેની
જરૂર છે.” (બો.૧ પૃ. ૧૫૫)
સંસારનું ઝેર ચઢે કે જલ્દી સત્સંગરૂપી જડીબુટ્ટી સૂંઘવાની જરૂર સાપ નોળિયાનું દ્રષ્ટાંત – “પ.પૂ.પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નોળિયાને સાપ સાથે જાતિવેર હોય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે. પણ સાપ ચંચળ હોવાથી તેના પંજામાંથી સરી જઈ તેને કરડે કે તુરત તેને નાખી દઈ તે જડીબુટ્ટી સુંઘી આવે અને ફરી તે સાપને પકડે છે.
ફરી કરડે તો ફરી સુંઘી આવે. આમ કરતાં કરતાં નોળિયો, ઝેર વગરનો છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સંસાર ઝેરી નાગ જેવો છે. મુમુક્ષુ નોળિયા જેવા હોવા જોઈએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે. વળી પ્રારબ્ધયોગે સંસારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ઘર્મકાર્યોમાં મંદતા દેખાય કે સત્સંગ સાથી બળવાન બને. આમ કરતાં કરતાં મુમુક્ષુ મોક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે; પણ પુરુષાર્થ ચૂકી જાય તો ઝેર ચઢી જાય અને સંસારને વશ થઈ જાય; માટે સત્સંગની વારંવાર ઉપાસના કર્તવ્ય છે. તેવો જોગ ન બને ત્યાં સુધી તેની ભાવના રાખી ત્યાં જે કોઈ ભાઈબહેનોનો યોગ હોય તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર બળપૂર્વક આરાઘવાયોગ્ય છેy.” (બો.૩ પૃ.૫૯૬)
૧૦૮