________________
જોગ નથી સત્સંગનો’.....
(51)
બહુ ડહાપણ અને પંચાત મૂકી દઈ ઝટ સમાગમમાં આવવું
બથી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત્ સમાગમ છે. માટે બહુ જ ડહાપણ અને પંચાત મૂકી દઈ, હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી, એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું, બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે અને જે લાભ થશે તે તો કહી શકાય નહીં. માટે બીજાં કાંઈ નહીં કરતાં ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કાંઈ પણ સાર નથી, માત્ર અગ્નિની ઝાળમાં બળવા જેવું છે; અને મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું.” (ઉ.પૃ.૯૩)
વીતરાગની સભામાં મોહનીયકર્મ ને બહાર જ બેસવું પડે તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. વીતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઇચ્છા છે અને સાચા વીતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી, મૂંઝવણ આવતી નથી-જતી રહે છે અને શાંતિ થાય છે. (ઉ.પૃ.૯૩) “જોગ નથી સત્સંગનો'.... બોઘામૃત ભાગ-૧-૨-૩ માંથી -
એકાંતમાં બેસી પોતાના આત્માનો વિચાર કરવો તે પણ સત્સંગ મુમુક્ષુ–સત્સંગ એટલે શું? પૂજ્યશ્રી–આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ; એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરવો તે સત્સંગ; ઉત્તમનો સહવાસ તે સત્સંગ; આત્માભણી વૃત્તિ રહેવી તે સત્સંગ.” (બો.૧ પૃ.૧૨૫).
મરી જજો પણ સત્સંગ કરજો જેથી સંસાર અસાર લાગે જીવનમાં કરવાયોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો. સમ્યગ્દર્શન અને રુચે અને સંસાર અસાર છે; એમ લાગે.”
| (બો.૧ પૃ.૩૭૭) સત્સંગે સમજણ ફરે, તે સમજણ એને દુઃખથી છોડાવે “કૃપાળુદેવના આખા પુસ્તકના પાને પાના ઉપર સત્સંગ, સત્સંગ છે. એથી જ કલ્યાણ છે. સત્સંગે સમજણ ફરે અને તે સમજણ એને છોડાવે છે. કેમ છુટાય? કેમ બંઘાય? એ સત્સંગે જણાય છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખ છે.” (બો.૧ પૃ.૪૦૭)
પુસ્તક વાંચતા કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખવો. પૂજ્યશ્રી–“સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકનો સમાગમ કરવો. કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખીને વાંચવું. નિરંતર સત્સંગની ભાવના રાખવી. સત્સંગની જરૂર છે.
૧૦૭