SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ “જોગ નથી સત્સંગનો.......... સત્સંગથી સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય “પૂજ્યશ્રી–સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી જ લાગતી. થોડા વખતમાં ઘણું કામ થઈ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીકળ્યો. સાપને ભગવાનનાં દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ઘરણેન્દ્ર થયો. એ બઘાનું કારણ સત્સંગ થયું. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાનો ઉપાય સત્સંગ છે. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જતા હતા. ત્યારે તેઓ જે હાથી ઉપર બેઠા હતા, તેના પગ નીચે જે જીવો કચરાયા તે ભરત ચક્રવર્તીના પુત્રો થયા અને મોક્ષે ગયા. મરુદેવા માતા પણ ઝાડમાંથી આવ્યાં અને મોક્ષે ગયાં. સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. આ કાળમાં એવા પુરુષ થયા છે, પણ લોકોને વિશ્વાસ નથી આવતો. મોક્ષની વાતનાં ગપ્પા માર્યાથી કંઈ કામ થાય નહીં. એ તો જેને અનુભવ છે, તે જ જાણે છે. અનુભવ વિના ન જાણી શકાય. “મારે શું કરવું કે જેથી સુખ મળે?” એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કોઈ ને કોઈ મહાપુરુષ તો હોય જ છે. ગરજ જાગવી જોઈએ.” (બો.૧ પૃ.૧૭૭) આત્માનું કામ થાય તે સત્સંગ, બાકી બધા કુસંગા સત્સંગને નામે જીવ ઠગાય છે. જ્યાં આત્માનું કામ થાય ત્યાં સત્સંગ છે. જ્ઞાનીનું એક એક વચન કીમતી છે. એ તો આત્માનો ઉદ્ધાર કરવા માટે જ કહે છે. બહુ હિતકારી શિખામણ છે. કાળ એવો છે કે પોતાને કંઈક સંસારી વાસના હોય તે સત્પરુષ સિવાય બીજાને જણાવવાની જરૂર નથી. કેમકે બીજાને જણાવે તો વાસનાને પોષે અને સત્પરુષને જણાવે તો, તેઓ તો કઢાવી નખાવે. સત્સંગના નામે પણ જીવ ઠગાય છે. એ તો મુમુક્ષુ છે ને! એમ કરી જીવ સંસારી ઇચ્છાઓને પોષે, સંસારી વાતો કરે, એ કંઈ સત્સંગ નથી. બે ચાર મુમુક્ષુ ઓટલા ઉપર બેસી સંસારી વાતો કરે તો કેટલાંય કર્મ બાંધે. વાતો કરતાં કરતાં ક્યાંય ચઢી જાય. એ કંઈ સત્સંગ નથી, કુસંગ છે. જીવે બહુ ચેતવા જેવું છે.” (જૂનું બો.૧ પૃ.૩૦૮) વચનરૂપ ભાલા પડતા હોય તો પણ સત્સંગ છોડવો નહીં પ્રભુશ્રીજી કહેતા કે ભાલાનો વરસાદ વરસતો હોય તોય સત્સંગ કરવો અને મોતીનો વરસાદ વરસતો હોય તોય કુસંગ ન કરવો.” (બો.૨ પૃ.૩૧૧) (શ્રી હીરાલાલ નરોત્તમદાસ અમદાવાદના પ્રસંગમાંથી) સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું જરૂરી, તેને ક્યારે પણ ચૂકવો નહીં શ્રી હીરાલાલભાઈનો પ્રસંગ – “અમદાવાદથી જ્યારે રેલ્વે ટ્રેન ચાલુ થઈ ત્યારબાદ પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે ઉપદેશમાં મુખ્યત્વે ૧૦૯
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy