________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
ભલામણરૂપે જણાવતા હતા કે સત્સંગનું સેવન અતિબળવાનપણે કરવું યોગ્ય છે. તેમાં કિંચિત્માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. આ ક્ષણભંગુર જીવનનો ક્યારે પણ ભરૂસો રાખવો ઉચિત નથી. આ વિકરાળ કાળ પોતાનું મોઢું ફાડીને તત્પર રહેલ છે. લીઘો કે લેશે એમ થઈ રહેલ છે. તેવા સમયે સત્સંગનું સેવન અતિબળવાનપણે કરવું ઉચિત છે. પાંચ મિનિટનો સત્સંગ તે પણ ઉત્તમ ફળને આપનાર થઈ પડે છે. માટે ગમે તેવી પ્રબળ આપત્તિઓ આવી પડે તો પણ સત્સંગ ક્યારે પણ ચૂકવો નહીં.'' (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૦૩)
મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે
“ધર્મ કરવાની ઇચ્છા થાય ત્યારે કોઈ જીવો દાન કરે, શાસ્ત્રો વાંચે વગેરે જેવાં નિમિત્ત મળે તે પ્રમાણે અનેક પ્રકારનાં સાઘનો કરે છે, પણ પરમ સાધન સત્સંગ છે. સર્વ સાધનને ગૌણ કરી સત્સંગ કરવો. ક્યારે મને સત્સંગ થશે ? એવી રોજ ભાવના કરવી. ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષો ઓછા છે. મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે. ચોથા કાળમાં મુનિઓ ઘણા, પણ એ તો વનમાં જ વિચરતા. કોઈક વખતે સમાગમ થતો. આ કાળમાં તો દુર્લભ છે. કાળને પોષાય એમ નથી. માટે જેમ બને તેમ સત્સંગમાં શુદ્ધતા આરાઘવી. નિવૃત્તિ મુખ્ય વસ્તુ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પહેલાં સત્સંગે સમજણ કર, મિથ્યા વાસના દૂર કર. હું જાણતો નથી, જ્ઞાની જાણે છે. સમજીને શમાવું.’ (બો.૨ પૃ.૧૨૪)
જ્ઞાનીએ કહ્યું તે સમજવા માટે નીચેની વસ્તુઓ જરૂરી
“સત્સંગમાં આટલી વસ્તુ જરૂરની છે : (૧) હું કંઈ ન જાણું. (૨) સામાન્યપણું ન કરવું. (૩) વિનયાદિ ગુણયુક્ત થવું. (૪) પાંચ ઇંદ્રિયોના વિષયોમાં કે લોભમાં ન પ્રવર્તવું. એ વાત શાસ્ત્ર વાંચતા અને આત્મવિચાર કરતી વખતે પણ કલ્યાણકારી છે. જ્ઞાનીએ કહ્યું તે સમજવું છે, એમ કરી આત્મવિચાર કરતા રહેવું. લૌકિક વાત છોડી અલૌકિકમાં વૃત્તિ રહેવા દેવી. પ્રમાદથી એક સમયમાં જે કર્મ બંધાય છે તેથી આત્મા ક્યાંય ઘસડાઈ જાય છે.’’ (બો.૨ પૃ.૧૦૩)
ફુગુરુ, ઘરના કામ, છાપાં, ક્રોધાદિ કષાય બધો અસત્સંગ
“મુમુક્ષુ—અસત્સંગ એટલે શું?
પૂજ્યશ્રી—સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ છે. કુગુરુ, ઘરનાં કામ, છાપાં એ અસત્સંગ છે. ક્રોધ, માન આદિ કષાય અસત્સંગ છે. જે આપણે કરવું છે તેમાં વિઘ્ન કરનાર તે બધા અસત્સંગ છે. એથી ભડકતો રહે તો ન પડે. નહીં તો અસત્સંગે જીવને સમકિત હોય તેય જતું રહે.’ (બો.૨ પૃ.૮૯)
સત્સંગ વગર સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે
“મુમુક્ષુ–“અસત્સંગનું વિપરિણામ વિચારવું” એટલે શું?
૧૧૦