________________
જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ'.
પૂજ્યશ્રી–અસત્સંગથી શી શી હાનિ થાય છે? તેનો વિચાર કરી એથી દૂર fe રહેવું. કૃપાળુદેવ આત્મામાં રહે છે, સમાધિમાં રહે છે. ઉપાધિમાં સમાધિ રહેવી ? મુશ્કેલ પડે અને સત્સંગ હોય તો સહેજે સમાધિ રહ્યા કરે. આત્માને જે જાણતો નથી, તે બીજાને ઉપદેશ કરે તો પોતાને ય લાભ ન થાય અને સામાને પણ લાભ ન થાય. એકઘારાં પરિણામ રહેતાં નથી. જ્યારે સત્સંગ ન હોય ત્યારે વિચારે કે મારાં પરિણામ કેવાં રહે છે? ત્યારે અસત્સંગનું સ્વરૂપ સમજાય. સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે. ભાવના કરવી અને યથાશક્તિ સત્સંગને આરાધવો. પોતાની શક્તિ પ્રમાણે કર્યા કરવું. એકલી ભાવના જ નહીં, અનેક પ્રકારે વિચારીને જ્ઞાનીનું કહેલું સાચું છે એ અનુભવમાં આણવા જેવું છે. એ જ મારે કરવું છે એમ રાખવું.” (બો.૨ પૃ.૮૯)
જેને સંસારથી છૂટવું હોય તેણે સત્સંગમાં રહેવું કૃપાળુદેવે પૂર્વે ઘણો સત્સંગ કર્યો છે તેથી સત્સંગને ઇચ્છે છે. સત્સંગથી ભાવ ચઢિયાતા થાય છે. જેને છૂટવું છે તેણે સત્સંગમાં રહેવું. સત્સંગથી જેટલો લાભ છે તેટલો બીજાથી ન થાય. મનુષ્યભવ કડાકૂટ માટે મળ્યો નથી. સમાધિભાવ ન જવા દેવો. કૃપાળુદેવને અંતરથી સત્સંગ સત્સંગ રટણ થયા કરે છે. મોટો કલ્યાણનો નિર્ણય કરવો હોય તો સત્સંગ કરવો. સત્સંગનું કૃપાળુદેવે બહુ વેદન કર્યું છે, તેથી માહાસ્ય લાગે છે. જેને છૂટવાની ભાવના છે તેનો સંગ તે સત્સંગ છે.” (બો.૨ પૃ.૮૯)
- સત્સંગના ત્રણ પ્રકાર છે તે આ પ્રમાણે “સત્સંગ ત્રણ પ્રકારે છે. એક પરમ સત્સંગ, તે જ્ઞાનીનો સંગ છે. બીજો, પોતાની સમાન દશાવાળા જીવોનો સંગ. ત્રીજો, પોતાથી નીચી દશાવાળા હોય, ભવ્ય હોય અને તેને છૂટવાની ઇચ્છા હોય તો તેય સત્સંગ છે. તે પણ કરવા યોગ્ય છે. સત્સંગ એ જીવને જાગૃતિનું કારણ છે.”
(બો.૨ પૃ.૮૧) સત્સંગ કરવો પણ કુસંગ તો કદી પણ ન કરવો “બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું વા સિંહસંગે એકલું વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ની.
સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા.” ૧૫ અર્થ – અગ્નિમાં બળવું ભલું કે ઝેર પી મરવું ભલું, દરિયામાં ડૂબવું ભલું કે વનમાં સિંહ સાથે એકલા વસવું તે ભલું પણ કુસંગ સેવવો સારો નહીં. કેમકે અગ્નિ, ઝેર, જળ કે સિંહના સંકટ જીવને એક જ ભવ મારે; પણ કુસંગ તો મિથ્યા માન્યતાઓ કરાવી જીવને ભવોભવ સંસારમાં રઝળાવે છે. મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. ૧૫મા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૭૭)
૧૧૧