________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન
શુભ પુરુષાર્થનું ફળ શુભ જ આવશે “ભાવ ફરે સત્સંગ થયે; પણ ત્યાંય ન બોઘની સોટી ય લાગે, તે ઑવ કેમ હવે સુઘરે? નહિ હિત-અહિત વિચારથી જાગે. કર્મ મહા બળવાન છતાં પુરુષાર્થ સદાય વસે ઑવ પાસે;
એ જ ઉપાય ઉપાસી રહો, શુભ સાઘનનું ફળ શુભ જ થાશે. ૧૧ અર્થ - સત્સંગ થવાથી જીવના ભાવ ફરે છે, પણ જેને સત્સંગમાં પણ પુરુષના બોઘની સોટી લાગતી નથી, તે જીવ હવે કેમ સુઘરે? કેમકે સત્સંગમાં આત્માનું હિત શામાં છે, અહિત શામાં છે, એવી વિચારણા થવા છતાં પણ જીવ જાગતો નથી. તેનું કારણ કર્મ મહા બળવાન છે. તો પણ જીવની પાસે સદાય પુરુષાર્થ વસે છે. એ પુરુષાર્થ કર્મને હણવાનો સાચો ઉપાય છે. માટે પુરુષાર્થની જ હંમેશાં ઉપાસના કર્યા રહો તો શુભ સાઘન કરવાનું ફળ કાલાન્તરે શુભ જ આવશે.
શ્રીમદ લઘુરાજ સ્વામી કહે છે કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ કામ થઈ જશે.” ||૧૧| -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૧૨૪) નથી સસેવા જોગ'..
સપુરુષોની સેવા કરવાનો પણ મને પ્રત્યક્ષ જોગ મળ્યો નથી ખંભાતના પૂ.શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવની સેવાનો પ્રત્યક્ષ જોગ મળ્યો તો શું પરિણામ આવ્યું? આત્મજ્ઞાન પામ્યા. સાત દિવસનો પરમકૃપાળુદેવનો બોઘ પણ અક્ષરે અક્ષર લખી લાવે એવી લબ્ધિ, સેવાથી એમને પ્રગટી હતી.
પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ.પૂ.પ્રભુશ્રીજીની રાતદિવસ સેવા કરી તો આત્મજ્ઞાન પામ્યા. અને સેંકડો જીવોને પરમકૃપાળુદેવનું શરણ અપાવનાર થયા.
મણિલાલ બોટાદવાળાને દીક્ષા લેવાના ભાવ હોવાથી ઘરમાંથી છાનામાના ભાગી જતા હતા. તેમને પરમકૃપાળુદેવના એક પત્રથી શાંતિ થઈ ગઈ કે દીક્ષા લેતા પહેલાં ઘણી ઘણી યોગ્યતાની જરૂર છે. તે યોગ્યતા આધ્યે દીક્ષા ફળીભૂત થાય છે. તેમને એક વાર પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ જોગ મળતા સેવાનો પણ લાભ મળેલો. તે આ પ્રમાણે :(શ્રી મણિલાલ રાયચંદ ગાંધી બોટાદવાળાના પ્રસંગમાંથી)
જેવા ભાવ તેવા પ્રભુ ફળે શ્રી મણિલાલનો પ્રસંગ –“પરમકૃપાળુદેવ સાથે થોડીવાર ઘર્મચર્ચાની વાતો ચાલી. પછી સાહેબજી એક ઢોલિયા ઉપર સૂતા. એટલે ચાર-પાંચ મુમુક્ષુઓ સેવા ભક્તિ કરવા પગ ચાંપવા બેઠા. તેમની પાસે મેં નજીક જઈ ઘીમેથી કહ્યું કે સેવા કરવાનો લાભ મને આપો. ત્યારે બીજા ભાઈઓ કહે તમે પડખે બેસો. તે ઉપરથી મનમાં બહુ ખેદ થયો કે આ સર્વે ભાઈઓને તો
૧૧૨