________________
કેવળ અર્પણતા નથી'.....
ઘણી વખત લાભ મળે છે, પણ મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ નહીં મળે! તેમ વિચાર કરતાં વધારે દિલગીર થઈ ગયો.
પૂજ્યશ્રીએ કહ્યું તમે સૌ એક બાજુ બેસો. મણિલાલની ઇચ્છા છે તો કરવા દો. એટલે સૌ કોરે ખસી ગયા, અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી.”
-શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૭૧) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદવાળાના પ્રસંગમાંથી)
શ્રી સોમચંદભાઈનો પ્રસંગ - “એક દિવસ વઢવાણ કેમ્પમાં બપોરે ત્રણના સુમારે કૃપાળુદેવના હૉલમાં ગયો અને સેવા-ચાકરી કરતો હતો. તેવામાં પોતે જણાવ્યું કે સંડાસ જવું છે. જેથી મેં ટબ વગેરે ગોઠવી દીધું. પોતે બેઠા અને હું બાજુમાં ઊભો હતો. સંડાસથી પરવારી પોતે ખુરશીમાં બેઠા. પછી તે ટબ મેં લીધું. ઝાડો પાતળો પણ તેમાંથી ઘણી જ સુગંધ આવતી હતી. મને ભ્રાંતિ થઈ કે જરૂર કોઈ ઉંચા પ્રકારના અત્તરની બાટલી પડી લાગે છે અને તેથી આટલી બઘી સુગંથી મહેંકે છે. પાઠવવાની જગ્યાએ મેં ટબ પાઠવ્યું તો પણ ત્યાં ચારે બાજુથી સારી એવી સુગંધી આવતી હતી. તે વાત મેં પરમકૃપાળુદેવને કરી તથા ભાઈશ્રીને કરી. પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમ જ છે.” (શ્રીમદ્ રાજચંદ્રના જીવન પ્રસંગોમાંથી પૃ.૩૧૮) પ્રજ્ઞાવબોઘ'માંથી -
સુખી સાચા સંતો ઍવિત ઘન આશા તજીં તરે, સહે કષ્ટો ભારે શરીરથી, ઉરે બોઘ નીતરે; સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણ ગળે,
સદા સેવા ચાહું સમીપ વસવા સંત પગલે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી અર્થ - “આ જગતમાં એક માત્ર સુખી સાચા સંતપુરુષો છે કે જે જીવવાની કે ઘનની આશાને તજી દઈ સંસાર સાગર તરી જાય છે. કર્મના ફળમાં આવેલ ભારે કષ્ટો-ઉપસર્ગો પરિષહો વગેરેને શરીરથી સહન કરે છે પણ તેમના પવિત્ર હૃદયમાં બોઘની ઘારા સદા નીતરતી રહે છે. એવા સંતપુરુષોની સ્મૃતિમાત્રથી સકળ દુઃખના કારણો નાશ પામે છે. તેવા સંતપુરુષોની હું સદા સેવા ચાહું છું અને તેમના ચરણ સમીપમાં વસવાની કામના સદા હૃદયમાં ઘારી રાખું છું કે જેથી શીધ્ર મારા આ સંસારનો અંત આવે. એવા સત્પરુષની સેવાનો જોગ ઇચ્છું છું અથવા જેને યોગ મળ્યો છે તે પુરુષો દ્વારા પરમકૃપાળુદેવના કે પ.પૂ.પ્રભુશ્રી વગેરેના પ્રસંગોની વાતો સાંભળવામાં આવે તો પણ જીવન ઘન્ય માનું છું.” -અ.ભા.૧ (પૃ.૩) કેવળ અર્પણતા નથી'.....
પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીના સત્સંગનો જોગ થયો. તેના કારણે તેમના ચરણકમળમાં સંપૂર્ણપણે અર્પણ થવાની ભાવના જાગી. તેથી પોતાના ૪ વર્ષના પુત્ર બબુને, પોતાના
૧૧૩