________________
“અચિંત્ય તુજ માહાભ્યનો'.....
(શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીના પ્રસંગમાંથી)
“શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા ગાંધીજીનો પ્રસંગ – “આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક ભવ બસ થાઓ, આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.” “શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.”
-શ્રી રા.પ્રેરક પ્રસંગો (પૃ.૧૪૧) કાવ્યમાં જેવો વૈરાગ્ય તેવો તેમના જીવનમાં –
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો; સર્વ સંબંઘનું બંઘન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો... અપૂર્વ ૧ સર્વભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં;
દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જો.. અપૂર્વ૨ - શ્રીમદ્ રાજચંદ્ર “જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.”
તેમની પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય તો હોય જ “ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈપણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ નથી જોયું.” શ્રી.રા.પ્રેરક પ્રસંગો (પૃ.૧૩૭)
ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયાઘર્મનું ફૂંડા ભરીને પાના ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાંથી છે. દયા ઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડા ભરીને પાન કર્યું છે.”
-શ્રી રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૪૦) એ દયાઘર્મ અહિંસા ઘર્મનો આઘાર લઈ ગાંઘીજીએ ભારતદેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો. એમાં ગાંધીજીનું આંતરિક પીઠબળ તે શ્રીમદ્ હતા.
૧૩૩