________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
મેં કદી તેમને મોહમયી સ્થિતિમાં જોયા નથી
“જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ
વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં (મોહમયી સ્થિતિમાં) જોયા નથી.
મારા ઉપર સૌથી વઘારે છાપ શ્રીમદ્ગી ઘણા ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિક્તા વિશે તેટલું જ હતું, ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇચ્છાપૂર્વક આડે રસ્તે નહીં દોરે. પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં (ઘાર્મિક સંબંઘી મૂંઝવણમાં) હું તેમનો આશ્રય લેતો.
મારા જીવન પર શ્રીમદ્ગો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૩૭)
એમ પરમકૃપાળુદેવ કોઈને કવિરૂપે, કોઈને શતાવધાની રૂપે, કોઈને વિદ્વાન રૂપે, કોઈને પ્રામાણિક ઝવેરીરૂપે, કોઈને જ્ઞાનીરૂપે ભાસ્યા જ્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ તો તેમને ભગવાનરૂપે ઓળખ્યા તો તેમને તેનો લાભ થયો. તેમનાથી પોતે પણ ભગવાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું.
ભગવાનના વચનોનું માહાભ્ય પણ ભગવાન તુલ્ય જ “ભગવાન પાસે જાય તો ભગવાનનો બોઘ સાંભળે. ભગવાન પ્રત્યક્ષ ન હોય તો એમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવો.” (બો.૧ પૃ.૨૬૫)
સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલા છે “જેમ કોઈ કિંમતી બીજ ઇલાયચી વગેરેનું વાવ્યું હોય તો બહુ લાભ થાય; તેમ પુરુષનું વચન બહુ કિંમતી છે, તે જો હૃદયમાં ઉતાર્યું હોય તો ઘણો લાભ થાય. સત્સંગમાં બહુ કમાણી થાય છે. સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય, તેનો વિચાર કરવો.” (જૂનું બો.૧ પૃ.૧૨૦) (શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી)
અમારે ભગવાન મહાવીરથી વિરુદ્ધ કંઈ કહેવું નથી શ્રી પોપટભાઈનો પ્રસંગ :-“કેટલાક લોકો અજાણપણામાં તેમજ સાહેબજીના સમાગમમાં નહીં આવેલા હોવાથી એમ ઘારતા હતા કે એ તો કંઈ બઘાથી જુદી જ વાત કરે છે. એકવાર તે લોકો સાહેબજી પાસે આવ્યા હતા ત્યારે સાહેબજીએ તેઓને વગર કીઘે જણાવ્યું કે તમારું અમારા માટે જે ઘારવું છે, તે ભૂલભરેલું છે. શ્રી મહાવીરે જે માર્ગ દર્શાવેલ છે એ જ પ્રમાણે ચાલવાનું
૧૩૪