________________
અચિંત્ય તુજ માહાભ્યનો’....
છે. તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાનો નથી. અમારે કાંઈ શ્રી મહાવીરે દર્શાવેલ માર્ગથી વિરુદ્ધ દર્શાવી અનંતો સંસાર વઘારવો નથી. તેનું વિરુદ્ધતાથી કહેવાનું કોઈ પ્રયોજન નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬) અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ઘર્મ જેણે બતાવ્યો તેનું અચિંત્ય માહાભ્ય છે
“અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” “આ દોહરાનો ભાવાર્થ તમે પૂક્યો હતો, તેનો પરમાર્થ ઉપર ટાંકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુઘ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (૮૪૩) આવું અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ઘર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે તેનું અચિંત્ય માહાસ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ જીવને આવતો નથી. એ કોઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશ આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેનો એક અંશ પણ પરમપુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટક્તો નથી; તેની સાથે પ્રીતિ બંઘાતી નથી; તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે.” (બો.૩ પૃ.૫૧૭)
(શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈ ખંભાતના પ્રસંગમાંથી)
શ્રી ગાંડાભાઈનો પ્રસંગ –“એક દિવસ સાહેબજી કેટલેક દૂર ગામ બહાર પધાર્યા હતા. ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષભાઈઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. ત્યાગ વૈરાગ્ય સંબંધમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો. તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓના નેત્રો માંહેથી ચોઘારાએ અશ્રુ વહેતા હતા.” -શ્રી રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૨૨) ‘નથી પ્રફુલ્લિત ભાવ'....
“સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર;
વસ્તુ ઘર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવકૃપા કિરતાર. સ્વામી ચૈત્યવંદન ચોવીશી “હે નાથ મોક્ષનાયક હાથ ઝાલો, કર્મો કઠિન ચૂરનાર સહાય આલો,
હે વિશ્વ તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા.” -પ્રજ્ઞાવબોઘ શ્રીમદ્ રાજચંદ્રમાંથી :
જ્ઞાનીના વચનો અંતરમાં ઊતરે તો દિન પ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધે જીવને જ્ઞાનીપુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ
૧૩૫