________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા
એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વઘતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય.” (વ.પૃ.૬૯૮) (શ્રી ભગુભાઈ ગોઘાવીવાલાના પ્રસંગમાંથી)
પરમકૃપાળુદેવનો આખી રાત ઉપદેશ શ્રી ભગુભાઈનો પ્રસંગ –“ફરીથી પરમકૃપાળુદેવનો સમાગમ શ્રી અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીએ થયો હતો. ત્યાં તેઓશ્રીના મુખે ઉપદેશ ધ્વનિ આખી રાત ચાલી હતી. સર્વેને ઘણો જ આનંદ થયો હતો. સર્વેના મન ઘણા જ ઉલ્લાસિત થયા હતા અને જાણે તેઓશ્રીની ઉપદેશધ્વનિ સાંભળ્યા જ કરીએ એમ સર્વેને થયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૮૭) (પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧માંથી)
પરમકૃપાળુદેવના બોઘથી આવેલ અપૂર્વ આનંદ શ્રી વનમાળીભાઈનો પ્રસંગ :-“ગોઘાવોના વનમાળીભાઈ પરમકૃપાળુદેવના બોઘ શ્રવણથી એવા હર્ષમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે બાપજી (પ્રભુશ્રીજીને) હવે તો હું આપના ચરણમાં રહીશ. મને સાધુપણું આપો. તેમની વૃદ્ધાવસ્થા હોવાથી મોહનલાલજી મહારાજે કહ્યું, આપની વૃદ્ધાવસ્થા છે તો આપ સાધુપણું લઈને શું કરશો? ત્યારે તે બોલ્યા કે તમને બધાને આહારપાણી લાવી આપીશ અને તમારી સર્વેની સેવા ભક્તિ કરીશ. એમ કહી રાતના થયેલ પરમકૃપાળુદેવના બોઘની આનંદથી વાતો કરવા માંડ્યા. અમે પણ જાણે પ્રત્યક્ષ બોધ પામ્યા હોય એવો અવર્ણનીય આનંદ થયો હતો.” (પૃ.૫૧) (પરમપૂજ્ય પ્રભુશ્રીજીના બોઘમાંથી)
દેહાતીત દશામાં કોઈ પણ મોહનો અંશ નથી પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રસંગ –“પ્રભુશ્રીજી કહે–અમે તો બઘાને છોકરાની માફક રમાડીએ છીએ. અમારા કરમ ખરાં, પણ તે ખપાવવાનાં. પણ એટલી તો ખાતરી રાખવી કે અમારી રમત તેમાં કોઈપણ મોહનો અંશ નથી, દેહાતીત દશામાં થાય એટલે અમારે કર્મ બંઘાતાં નથી. અમે જે કરીએ તે બોઘરૂપે અને તેની કેટલી અવસ્થા-દશા છે તે પારખી લેવાની ખાતર. જો કોઈ એમાંથી ઘારે કે આ તો મોહ હશે, તો તેની અઘમદશા થાય, નરકમાં જવાનું થાય (ગળે ફાંસ દર્દ બતાવ્યું) તે તો મરી ગયો જ જાણવો. અને જો પોતાની સ્થિતિમાં રહે તે આગળ વધે છે.”
૧૩૬