________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
પછી પરમગુરુ (પરમકૃપાળુદેવ) બોલ્યા કે અમે આત્મા નગ્ન-અસંગ અનુભવ્યો છે એટલે અમે દિગંબર છીએ અને તમે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે માટે શ્વેતાંબર છો. વિનોદમાં આવી અપૂર્વ વાત સમજાવી હતી.’’
-પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૨,૫૩)
‘અચિંત્ય તુજ માહાત્મ્યનો'.....
સત્પુરુષ કે સ્મરણનું માહાત્મ્ય લાગ્યું હોય તો તે સાંભરે
“પૂજ્યશ્રી–જીવને જે વસ્તુનું માહાત્મ્ય લાગ્યું હોય તેના વિચારો આવે. પૈસા કમાવાનું જો માહાત્મ્ય જાગ્યું તો તેના વિકલ્પો આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ-વિકલ્પ ઓછા થાય.’’ (બો.૧ પૃ.૧૦૮)
સત્પુરુષ પાસે ઋદ્ધિ-સિદ્ધિ માટે આવવાથી સંસાર વૃદ્ધિ
“કેટલાક લોકો સાહેબજી પાસેથી ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે તેવા હેતુથી આવતા હતા. તેઓ તરફ સાહેબજી બિલકુલ લક્ષ આપતા નહોતા. એક વખતે સાહેબજીએ જણાવ્યું કે તમો અમારી પાસે જે ઇચ્છાએ આવો છો તેવી ઇચ્છાએ અમારી પાસેથી તમોને પરમાર્થલાભ નહીં થાય. તેવી ઇચ્છાઓ ભવવૃદ્ધિના હેતુ છે, માટે તેવી ઇચ્છાએ આવશો નહીં.'' -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬) ઘ્યાનમાં આત્માનંદ વર્તે ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન
કાગળોના નમૂનાનો પ્રસંગ :–“પરમકૃપાળુદેવ એક વખત જ્યારે ઘ્યાનમાં લીન હતા ત્યારે એક ભાઈએ કાગળોના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી. ત્યારે એવો જવાબ મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત. આવા પ્રકારે ઘ્યાનમાં આત્માનંદ વર્તે છે; ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મસાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ સ્મશાનતુલ્ય લાગતું.’” (બો.૧ પૃ.૨૭)
(પંડિત શ્રી લાલનના પ્રસંગમાંથી)
ધ્યાન નિવૃત્તિએ કૃપાળુદેવની મુખમુદ્રા આનંદમાં વિભોર
પંડિત લાલનનો પ્રસંગ ઃ—‘મુંબઈમાં વચલા ભોઈવાડામાં ચંદ્રપ્રભુનું મંદિર હતું, એ જ મંદિર આજે ભૂલેશ્વરની નજીકમાં આવી ગયું છે. અહીંયા કૃપાળુદેવની સાથે ત્રણથી ચારની વચમાં શનિવારે, રવિવારે અને રજાને દિવસે જતો હતો. ત્યાં કૃપાળુદેવ ચંદ્રપ્રભુની પ્રતિમાની સામે પદ્માસને બેસી ધ્યાનસ્થ થતા હતા. તેમની જોડે બેસી હું ભાવપૂજા કરતો. ધ્યાન નિવૃત્તિ થતાં કૃપાળુદેવની શાંત મુખમુદ્રા જાણે આનંદમાં ઝીલતી હોય એમ દેખાતું હતું.”
શ્રીમદ્ રાજચંદ્ર પ્રે૨ક પ્રસંગો (પૃ.૧૭૦)
૧૩૨