________________
તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ
મહાપાપી’ વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે. તેથી હું આ તંબુમાં આવીને fe 1 બેઠો છું. આવું વર્તમાન કાળનું સ્વરૂપ હોવા છતાં પણ હે પ્રભુ! મને કોઈ હૃદયમાં વ્યાકુળતા થતી નથી.
મનુષ્યભવથી મોક્ષ થઈ શકે, તેને ખાવાપીવા કે મોજશોખમાં વાપરે છે
નકામી જરૂરિયાત બહુ વધી ગઈ છે. પુણિયો શ્રાવક બે આનામાં ચલાવતો અને ફુલોથી ભગવાનની પૂજા ભક્તિ કરતો. એને ભગવાને વખાણ્યો. શ્રેણિકને કહ્યું કે તું એની એક પણ સામાયિક ખરીદે તો નરકે ન જાય. જીવને મનુષ્યભવ દુર્લભ સમજાયો નથી. એક માણસની પાસે એક અમૃતનો પ્યાલો હતો, તેમાંથી એક ટીપું પણ મરેલા મનુષ્યના મોઢામાં નાખે તો મરેલો જીવતો થાય. તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનું છૂટી મોક્ષ થાય એવું છે, તેને આ જીવ ખાવાપીવામાં, મોજશોખમાં, કમાવામાં, એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે.” (બો.૧ પૃ.૪૭૯)
જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. તે ઉપાધિથી છૂટવા ન દે પૂજ્યશ્રી–પરિગ્રહ જેટલો છે, તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.” (બો.૧ પૃ.૪૭૬) તોય નહીં વ્યાકુળતા'....
પંચમકાળનું વર્ણન ભગવાન ઋષભદેવે પોતાના સમયમાં કર્યું. તે સાંભળીને કેટલાય મુમુક્ષુઓએ ખેદ પામી દીક્ષા લઈ લીધી. તે જ કાળમાં હું હોવા છતાં મને વ્યાકુળતા થતી નથી. કે મર્યાદા ઘર્મ પળાતો નથી તેની પણ મને વ્યાકુળતા એટલે ખેદ થતો નથી.
V
૧૭૭