________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
‘બોઘામૃત ભાગ-૧' માંથી :
આ કાળમાં આત્મજ્ઞાન મેળવવા જીવોને વ્યાકુળતા થતી નથી
“નહીં મર્યાદા ઘર્મ ઘર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બઘી મર્યાદા રહી નથી. તોય મને વ્યાકુળતા નથી. બીજાને માટે વ્યાકુળતા કરું છું પણ આત્માને માટે તો કંઈ વ્યાકુળતા થતી નથી. હે ભગવાન! જુઓ મારા કેવા કર્મો છે! એમ દરેક પદ કે પત્ર ગમે તે બોલતાં વિચાર કરવો તો મન બીજે ન જાય.” (બો.૧ પૃ.૬૮૬)
આ કાળ દુષમકાળ હોવાથી ઘર્મમર્યાદાનો લોપ થાય છે છતાં સર્વ જીવો પોતપોતાને ઘર્મ કરનારા માને છે. તેના ઉપર એક દ્રષ્ટાંત છે –
કળિયુગમાં બઘા પોતાને ઘર્માત્મા માને કાળો તંબુ અને સફેદ તંબુનું દૃષ્ટાંત – શ્રેણિક રાજાના સમયમાં સભામાં વાતચીતના પ્રસંગે લોકોએ કહ્યું કે હવે ઘર્મ કરનારા આ કાળમાં રહ્યાં નથી ત્યારે અભયકુમારે જણાવ્યું કે જગતમાં “ઘર્માત્મા’ ઘણા છે તેની પરીક્ષા કરી જુઓ. પરીક્ષા કરવા માટે બે તંબુ બાંધ્યા. એક સફેદ અને બીજો કાળો. પછી અભયકુમારે ઘોષણા કરી કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું. અને ઘર્મી હોય તેઓએ સફેદ તંબુમાં બેસવું અને જેઓ પાપી હોય તેઓએ કાળા તંબુમાં બેસવું.
એક સિવાય બઘા લોકો સફેદ તંબુમાં આવીને બેઠા. તે જોઈ શ્રેણિક રાજાએ પૂછ્યું કે તમે બઘા સફેદ તંબુમાં કેમ બેઠા છો? તે સર્વ બોલ્યા કે હે મહારાજ! અમે સર્વ પોતપોતાના કુળક્રમથી આવતા ઘર્મનું આચરણ કરનારા હોવાથી ઘર્મી છીએ, તેથી આ તંબુમાં આવ્યા છીએ. આ સાંભળી હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રીગમન અને જુગાર વગેરે સાત વ્યસનના સેવનાર દોષોની ખાણરૂપ, ઘર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા લોકો પોતાને ઘર્માત્મા માને છે. અહો કેવો દુષમ કાળ
વર્તે છે. પછી કાળા તંબુમાં બેઠેલો એક જ વ્યક્તિ હતો. તેને રાજાએ ત્યાં બેસવાનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે હે સ્વામી! અમે પહેલા સુઘર્માસ્વામી પાસે માંસ અને મદિરાના ત્યાગનો નિયમ લીઘો હતો. તેનો મારાથી ભંગ થયો છે, માટે હું મહાપાપી છું.
“વ્રતલોપી
કેમકે
૧૭૬