________________
‘નહિ મર્યાદા ઘર્મ’.....
કરવાથી આત્મા નિર્મળ થાય છે. સદ્વિચાર કરવાથી આત્મધ્યાન થાય છે. અને આત્મધ્યાન થાય તો નિર્મળતા થાય. હરતાં ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ એ સ્વરૂપ પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેના વિચાર આવે તે બધું કર્મ બંધાય. સમયે સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે સમયે કરવાનો છે.’’
“સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એ મંત્રનું સ્મરણ પ્રવાહ રીતે ચાલુ રાખવું. વાંચવું, વિચારવું, ફેરવવું. જીવને અનાદિકાળથી ભૂલાવો છે. દેહ છે એ જ મારું સ્વરૂપ છે એમ જીવ માને છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી.” (બો.૧ પૃ.૪૯૦)
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ
“દુકાળનો અવસર હોય ત્યારે લોકો ગમે તેવું લૂખુંસૂકું ભોજન મળે તેથી ચલાવે છે, ભોજન મળવું મુશ્કેલ પડે છે. એવો આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડ્યો છે. તેથી પરમાર્થ પ્રાપ્ત થવો દુર્લભ છે. બીજી વસ્તુઓ પહેરવા-ઓઢવાનું તો સારું થયું છે, પણ આ કાળમાં પરમાર્થ પામવો દુર્લભ છે. આકાશમાં ઊડતા વિમાનો આદિ ઘણુંય થયું છે પણ પરમાર્થ આ કાળમાં દુઃખે કરી પમાય છે. પહેલાંના શ્રાવકો એવા હતા કે સાધુ ભૂલો પડ્યો હોય તો તેને પણ સુધારતા.’’
(બો.૨ પૃ.૧૦૭)
‘નહિ મર્યાદા ધર્મ’.....
મુનિ ધર્મની મર્યાદા કે ગૃહસ્થઘર્મની મર્યાદા કે બ્રહ્મચારી કે મુમુક્ષુ કે આત્માર્થીની જે જે મર્યાદાઓ ભગવંતે યોજી છે તે ધર્મમર્યાદાઓ મારામાં નથી. તેમજ વ્યવહારમાં વૃદ્ધ મર્યાદા કે પરિગ્રહની મર્યાદા પણ મેં કરી નથી.
‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી :
આ કાળમાં વૃદ્ધમર્યાદા કે વ્રતાદિની ઘર્મમર્યાદા પ્રત્યે આદરભાવ નથી
‘વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો
હોય તો જીવ તને પામે.’’ (વ.પૃ.૨૪૪)
૧૭૫