________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે.
માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી
આ રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિઘતાપ-અગ્નિથી બળ્યા કરે છે; તેને પરમ કારુણ્યમર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પૂણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. “સને વિષે પ્રીતિ, સ”રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.” (વ.પૃ.૨૮૨) કાળદોષ કળિથી થયો'.... ઉપદેશામૃત' માંથી :
આ કળિયુગમાં પણ જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય. “કળિયુગ, કળિકાળ! તાલકૂટ વિષ, વિષ ને વિષ આ સંસાર છેજી. તેમાં ચિંતામણિ સમાન મનુષ્યભવ, અનંતા જન્મમરણ કરતાં આ ભવ મળ્યો છે. તેમાં સદ્દગુરુની ઓળખાણ થયે, તેની આજ્ઞા આરાધ્ય મુક્ત થવાય છેજી. જીવ બધુંય કરી ચૂક્યો છેજી. શું નથી કર્યું તે વિચારો.”
(ઉ.પૃ.૩૧) આવા કઠણ કાળમાં પણ જીવ ઘારે તો આત્મઘર્મ પ્રાપ્ત કરી શકે કાળ કઠણ છે, દુષમ કે કળિકાળ કહેવાયો છે. છતાં કર્મનો તીવ્ર ઉદય એકસરખો હોવા સંભવ નથી. ઘર્મનો અવકાશ, જીવ ઘારે તો, આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે તેવું ભગવંતે કહેલું છે.” (ઉ.પૂ.૧૨૦) બોઘામૃત ભાગ-૧-૨'માંથી -
જીવોના પાપના કારણે કાળને પણ કલંક લાગ્યો ““કાળ દોષ કળિથી થયો એટલું બોલ્યા કે વિચાર આવે કે કૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે! સદ્ગુરુનો યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એવો આ કળિકાળ છે.” (બો.૧ પૃ.૬૮૬)
કળિયુગ છે માટે મંત્રમાં કે આત્મવિચારમાં સદા રહેવું “ “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪) એટલે શું?
બીજા વિચાર આવે તે પડી મૂકી આત્મવિચારમાં રહેવું. ક્યારે મરણ થશે તેની ખબર નથી. કળિયુગમાં નીચે રસ્તે જવાના ઘણા પ્રસંગો હોય છે. એથી બચવા જ્ઞાની પુરુષે જે મંત્ર આપ્યો હોય તેમાં ચિત્ત રાખવું. શરીર છે તે બધો કચરો છે. તેમાં આત્મા એ એક સુંદર વસ્તુ છે. ધ્યાન
૧૭૪