________________
‘કાળદોષ કળિથી થયો’.....
કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે.” (વ.પૃ.૩૪૬)
સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી પણ કાળ વધારે વિષમ છે, બહુ વિષમ છે
“આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાતિપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંઘી નિશ્ચયમાં દૃઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજી આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.’’ (વ.પૃ.૩૪૬)
કળિયુગમાં સત્સંગની હાનિ અને તેના માહાત્મ્યનું પણ ભાન નહીં
“કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાસ છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.'' (વ.પૃ.૩૦૪)
ભગવાને જિનાગમમાં આ કાળને દુષમ નામ આપ્યું તે સત્ય છે
“જિનાગમમાં આ કાળને ‘દુષમ’ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે ‘દુષમ’ શબ્દનો અર્થ ‘દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો' થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક ૫રમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે ૫રમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે.’’ (વ.પૃ.૩૫૯)
કૃપાળુદેવમાં વીતરાગતા વિશેષ હોવાથી નિરંતર સત્સંગની ભાવના
“કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. લોકસંગ રુચતો નથી.’’ (વ.પૃ.૩૦૬)
૧૭૩
કળિયુગમાં સત્પુરુષનો બોધ એ જ એક પરમશાંતિનું કારણ
“મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે ‘સત્સંગ’નો