________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું
થઈ ગયું છે.” (વ.પૃ.૨૪૩) કળિયુગમાં ઘન અને સ્ત્રીનો મોહ જ્ઞાની પ્રત્યે પરમપ્રેમ ન આવવા દે તેવો.
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.” (વ.પૃ.૨૯૯)
આ કાળમાં સત્સંગ પ્રાપ્ત થાય તો મહાભાગ્યનો ઉદય સમજવો જેને વિષે પરમાર્થ ઘર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાઘનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાઘનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે, તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના ત્રણ સાઘન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ઘન્ય છે.” (વ.પૃ.૩૬૫),
આ કાળમાં આત્મલક્ષી પુરુષને બચવા યોગ્ય ઉપાય માત્ર નિરંતર સત્સંગ
“આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ઘારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે.” (પૃ.૩૭૫)
મહાઅધંકારવાળા આ કાળમાં પરમકૃપાળુદેવનો જન્મ આપણા ઉદ્ધાર માટે
“આપ હૃદયના જે જે ઉદુગાર દર્શાવો છો; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઈ ગયાં છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દ્રઢ ઇચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કોઈકને જ તે ઇચ્છા પુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.
મહાંઘકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુઝાડે ત્યારે બને તેવું છે.” (વ.પૃ.૨૫૫)
ઘર્મભાવના ક્ષીણ થતી હોવાથી અનુક્રમે ઘર્મમાર્ગ નાશ પામશે “શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા
૧૭૨