________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરાનું વિવેચન
અર્થ - આ સંસારને હમેશાં અસારરૂપ વિચારજો. કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડા તે દુઃખરૂપી બળતરાને વઘારનાર છે. આ ગૃહસ્થપણું તે પગમાં પડેલ
શૃંખલા એટલે સાંકળ સમાન છે. પણ તે સાંકળને સુવ્રતરૂપી કૃપાણ એટલે તલવારથી કાપી શકાય છે. ૩૧
સાંસારિક સુખની રુચિથી વિષ-ભક્ષણ હિતકાર રે,
પ્રજ્વલતી ચિતાથી પણ વધુ ગૃહ-ચિંતા દુઃખકાર રે. શ્રી રાજ અર્થ - સંસાર સુખની રુચિ રાખવા કરતાં વિષ ભક્ષણ કરવું હિતાવહ છે. કારણ વિષ એક જ ભવ મારે જ્યારે સંસારસુખનો મોહ જીવને અનંત જન્મમરણ કરાવે છે. વાજલ્યમાન બળતી ચિતાથી પણ અધિક ઘરની ચિંતા ગૃહસ્થને દુ:ખ આપનાર છે.” ૩૩ાા -પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૨૯)
કેદ સમો ગૃહવાસ ગણ, પગ-બેડી નિજ નાર,
સ્વજન સિપાઈ સાચવે, સંકટરૂપ આહાર. ૮૮ અર્થ - હે જીવ! હવે તું ગૃહવાસને કેદ સમાન જાણ. પોતાની સ્ત્રીને પગની બેડી સમાન માન. પુત્ર, સગાં, આદિ કુટુંબીજનોને સિપાહી સમાન જાણ કે જે તને સાચવીને એ કેદમાંથી બહાર નીકળવા દેતા નથી. અને તે કેદમાં પડ્યો પડ્યો તું ત્રિવિઘ તાપરૂપ સંકટને ભોજનરૂપે સદા આરોગે છે.” li૮૮ાા -4.વિ.ભાગ-૧ (પૃ.૨૦૫) તેમ ગૃહાદિક માંહી.... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :
- ઘરમાં ઉપયોગ વિશેષ ચંચળ થાય માટે દીક્ષાનો ઉપદેશ કર્યો “ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” (વ.પૃ.૪૯૦)
ગૃહસ્થ, એકાંત ઘર્મ આરાઘના ન કરી શકે કેમકે વ્યવસાય કરવો પડે “ગૃહસ્થાશ્રમી એકાંત ઘર્મસાઘન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃઢ્ય યોગ્ય નથી.” (વ.પૃ.૨૦૮)
ગૃહત્યાગ કરવાથી જે આરાઘના થઈ શકે તે ઘરમાં નહીં થઈ શકે “કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુઘારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું,
૨૧૨