________________
નહિ ઉદાસ અનુભક્તથી, તેમ ગૃહાદિક માંહી....
“જે તારા ભક્ત નથી તેઓ આસક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે છે. તેમના પ્રસંગમાં આવતાં તન્મય થઈ જાઉં છું; તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૨)
પણ તે રહેતો નથી એ મારી કમજોરી છે. મને સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી તેથી જ આવું બને છે એમ માનું છું. પણ વૈરાગ્ય લાવવા રોજ તારા વચનામૃતોને વાંચવા જોઈએ, પણ તે વાંચતો નથી એ જ મારી મોટી ભૂલ છે. ‘તેમ ગૃહાદિક માંહીં....
તેમજ ઘરકુટુંબના કાર્યોમાંજ રચી-પચી રહ્યો છું. તેમાં જ મને આનંદ આવે છે. માટે તે પ્રત્યેનો મારો રાગભાવ ઘટે અને સત્સંગની ઉપાસના થાય તેવી હે પ્રભુ! કૃપા કર. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧-૨' માંથી -
“ઉપદેશ ગુરુવર આપતા : “સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને શિરકોષમાં જૂઓ કરી ઘર આથડે; શધ્યા મનોહર માંકણે ઊભરાય, રોગે તન મળે,
કરૂપ કાણી સ્ત્રી કહે કટુ વચન, ખાવા ના મળે. ૨૦ અર્થ - હવે ગુરુવર્ય શાલિભદ્ર આદિને ઉપદેશ આપવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘરમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે, માથાના વાળમાં જૂઓ ઘર કરી જાય, મનોહર શય્યા પણ માંકણથી ઊભરાવા લાગે, રોગથી શરીર ગળી જાય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ના મળતું હોય તો પણ મૂર્ખ એવો આ જીવ ઘરબારને છોડવા ઇચ્છતો નથી. ૨૦ના
ગૃહવાસમાં આવાં ઘણા દુઃખો ઘણા પરવશ સહે; તોયે અરે! નર મૂઢ ના ગૃહવાસ તજવાને ચહે દુર્બુદ્ધિ એમ વિચારતા : “ઘન આજકાલ મળી જશે,
પ્રત્યક્ષ અંજલિજલ સમું વહી જાય જીવન, શું થશે? ૨૧ અર્થ - ગૃહવાસમાં આવા ઘણા પ્રકારના દુઃખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે. તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગૃહવાસને તજવા ઇચ્છતા નથી. પણ દુર્બુદ્ધિથી યુક્ત તેઓ એમ વિચારે છે કે ઘન આજકાલમાં મળી જશે. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે નીચે વહી રહ્યું છે તેમ જીવન પણ સમયે સમયે નષ્ટ થઈ રહ્યું છે તો મારા શું હવાલ થશે? એમ તે વિચારતો નથી.” ૨૧ાા -પ્ર.વિ. ભાગ-૨ (પૃ.૬૭)
“સંસાર અસાર વિચારજો, કર્મ-કાષ્ઠ દુઃખ-લાય રે, ગૃહસ્થપણું જ પગ-શૃંખલા સુવ્રત-કૃપાળું કપાય રે. શ્રી રાજ
૨૧૧