________________
“તેમ ગૃહાદિક માંહી’...
અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.”
| (વ.પૃ.૨૧૦) સુંદર ઘર, અલંકાર આદિ મોહના કારણ હોવાથી પ્રત્યક્ષ ઝેર સમાન
લોકવૃષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ઘર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ઘારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.” (વ.પૃ.૫૬૨)
ઘરકુટુંબ પરિગ્રહ આદિમાં જે મારાપણું છે એ જ સંસાર છે ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાતિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્યઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ બુદ્ધિ કરે છે, અને તે સદ્ગદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.”
(વ.પૃ.૪૦૭) સ્ત્રી, પરિગ્રહાદિમાં જેટલો મોહ છે તેટલી સમજણની ખામી “સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂછભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય જૂન છે, એમ શ્રી તીર્થકરે નિરૂપણ કર્યું છે.” (વ.પૃ.૬૮૧)
આરંભ પરિગ્રહમાં અજાગ્રત રહે તો ઉપાસેલો વૈરાગ્ય પણ નાશ પામે
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષની ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાયે પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ
૨૧૩