________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સત્સંગથી જીવનમાં પલટો આવે તો સત્સંગ સફળ છે
સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ? સત્સંગ થયો હોય તે જીવની કેવી = દશા થવી જોઈએ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ પુરુષ છે. અને તે સત્પરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.” (વ.પૃ.૬૮૭)
માત્ર આત્માર્થે સાઘન કરે તેને સત્સંગ સફળ થાય. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સપુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં.” (વ.પૃ.૯૯૬) (શ્રી નગીનદાસ ઘરમચંદ અમદાવાદના પ્રસંગમાંથી)
જ્ઞાની પુરુષની સેવા કરનાર ઘણા મળશે પણ જ્ઞાનીપુરુષ નહીં મળે શ્રી નગીનદાસનો પ્રસંગ –“પરમકૃપાળુદેવે જણાવ્યું કે અહીં સુધી આવીને પ્રમાદ થાય તો પછી ત્રણ ગાઉ સુઘી જતાં-આવતાં રસ્તો થાય તે આંટો શું કરવા ખાવો જોઈએ? પછી અમે કહ્યું કે હવેથી જેમ આજ્ઞા હશે તેમ કરીશું. પછી પરમકૃપાળુદેવે એક પુસ્તક વાંચવા આપ્યું તે અમો બઘા નીચે બેસીને વાંચતા હતા. એક દિવસે એક ભાઈને પ.કૃ.દેવે જણાવ્યું કે જ્ઞાની પુરુષની સેવા કરનારા ઘણા મળશે, પણ તેવી સેવા કરાવનાર પુરુષો નહીં મળે એમ જણાવ્યું હતું.”
(શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૩૧) અવ્યાબાઘ સમાધિ માટે સત્સંગ સરળ ઉપાય “જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંઘ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાઘ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાઘવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૨૨) “સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે.” (વ.પૃ.૧૬૯)
સંત સમાગમ કે આત્મા જેમાં વર્ણવ્યો છે એવા શાસ્ત્ર પ્રત્યે રુચિ કર્તવ્ય
સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાઘિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સલ્ફાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થના નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.” (વ.પૃ.૩૨૫)
૧૦૦