________________
કાળદોષ કળિથી થયો'.... આ આશ્રમમાં મહાન અદ્ભુત જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે '
આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન આ અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી; કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે.” (ઉ.પૃ.૪૩૩)
આ આશ્રમ એક ઘર્મધ્યાન માટે જ છે, અન્ય પ્રવૃત્તિનો અહીં નિષેઘ છે “શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છેજી. આશ્રમનું સ્થળ જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ ચોમાસાં કર્યાં છે, જ્યાં અનેક મુમુક્ષુજીવો પોતાનો સ્વાર્થ થોડા વખત માટે કે લાંબા વખત માટે તજી એક ઘર્મધ્યાન અર્થે જ રહે છે. તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈને રહેવાય તો આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાથિપણે ઘર્મધ્યાનમાં જાય તેવો સંભવ છેછે.” (બો.૩.૫.૪૬૩)
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસનો ભક્તિક્રમ “અહીં રોજ સવારમાં વહેલા ચાર વાગે ઘંટ વાગે છે ત્યારે બધા, સભામંડપમાં ભક્તિ થાય છે ત્યાં બેસે છે. સાડા સાત વાગે ભક્તિ પૂરી થાય ત્યારે બધે દર્શન કરીને ઘેર જાય. ચાપાણી, નાહવું વગેરે કરીને પાછા સાડા નવ વાગે ઘંટ વાગે ત્યારે સભામાં એકઠા થાય તે વખતે ભક્તિ થાય, વંચાય, ચર્ચાય. સાડા અગિયાર વાગે બઘા ઊઠે અને ખાઈપીને પાછા અઢી વાગે ઘંટ વાગે ત્યારે એકઠા થાય, તે વખતે ભક્તિ કરે. વંચાય તે સાંભળે. સાડા ચાર વાગે ભક્તિ ઊઠ્યા પછી બધા ઘેર ચા-પાણી, ખાવાનું વગેરે કરવું હોય તે કરે અને ખાઈને સાડા છ વાગે ઘંટ વાગે ત્યારે બધા એકઠા થાય, દેવવંદન કરે. પછી જેને ફરવા જવું હોય તે ફરવા જાય. સાડા સાત વાગે ઘંટ વાગે ત્યારે એકઠા થાય. ભક્તિ થાય તે સાંભળે, બોલે, વંચાય તે સાંભળે. એમ કરી દસ વાગે ઘરે જાય. એમ આખો દિવસ માથાકૂટ કરે તો તેનું ફળ ન થાય? બીજાં કામો કરીએ તેનું ફળ થાય છે, તો એનું કેમ ન થાય? પ્રભુશ્રીજીએ યોજના કરી છે, તે એવી છે કે જીવનું મન બીજે સંસારમાં ન જાય. બઘાય સંકલ્પ વિકલ્પો રોકાઈ જાય એવી આ યોજના છે. મનને કંઈક ખોરાક જોઈએ છે, નહીં તો બીજે જાય ત્યાં માર ખાય છે.” (બો.૧ પૃ.૫૭૨)
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ,
તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” ૯ અર્થ –“કાળ બહુ ખરાબ અને દુષમ છે. એવા કાળમાં મને સધ્ધર્મની પ્રાપ્તિ થઈ નથી; અને થઈ છે તો ઘર્મની મર્યાદા પાળતો નથી, એમ છતાં પણ મનમાં કશી વ્યાકુળતા થતી નથી. હે પ્રભુ! મારા કર્મો તો જુઓ! કેવાં અહિતકારી છે. મનમાં વ્યાકુળતા થાય તો ઘર્મ ભણી શ્રદ્ધા ઉત્પન્ન થાય.” -પૂ.શ્રી બ્ર.જીવન દર્શન (પૃ.૧૪૭)
૧૬૯