________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
દ ન “નહિ શુભ દેશે સ્થાન....
બોઘામૃત ભાગ-૧' માંથી -
સત્સંગ જેવું જીવને કલ્યાણ માટે બીજું એક્કે સાઘન નથી પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ એવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?” (૧૨૮) આપણે તેવી મુંઝવણ રહી નથી. પૂ.પ્રભુશ્રીજીએ આ આશ્રમ સ્થાપ્યો છે કે જ્યાં રહીને સત્સંગ કરી શકાય અને પોતાના આત્માને નિર્મળ કરી શકાય. સત્સંગ જેવું જીવને એક્રેય બળવાન સાઘન નથી. સત્સંગને માટે પ્રભુશ્રી કહેતા કે તે તો માના થાન (સ્તન) જેવો છે. બાળકને દૂઘપાક હજમ થાય નહીં, પરંતુ માનું ધાવણ-દૂઘ ઘણું માફક આવે; તે પીને બાળક ઊછરે છે, તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. પૂ. પ્રભુશ્રી કહેતા કે સત્પરુષનાં દર્શન માટે તથા બોઘ સાંભળવા જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે ડગલે યજ્ઞનું ફળ થાય છે.” (બો.૧ પૃ.૫).
જ્યાં ભક્તિ સત્સંગ હોય તેવા સ્થાનમાં આવવાનું થાય તો જીવનું મહાભાગ્ય છે
“કોઈ તીર્થસ્થાનમાં આવવાનું થાય તે જીવનું મહાભાગ્ય છે. જ્યાં ભક્તિ થતી હોય, સત્સંગ હોય તેવા સ્થાનોમાં કોઈ દિવસે ન સાંભળ્યું હોય તે સાંભળવા મળે છે. આ દેહમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. બધી શોભા આત્માની છે. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કંઈ શોભા રહે નહીં. તેમ આ દેહમાંથી આત્મા નીકળી જાય, તો શરીર મડદું, ગંધાવા લાગે. જગતમાં જે કંઈ રમણીયતા છે તે આત્માની છે. (૪૩૮) આત્મા અરૂપી પદાર્થ છે. તેને જાણવાનો છે.” (બો.૧ પૃ.૪૯૮).
સપુરુષો વિચરેલા હોય તે સ્થાન ઘણા કાળ સુઘી જીવને પવિત્ર કરે
જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ પોતાના અંઘ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ સત્પરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે.” (બો.૧ પૃ.૨૭) “નહિ શુભદેશે સ્થાન.... ઉપદેશામૃત' માંથી –
આ આશ્રમ, બ્રહ્મચર્યવ્રત પાળી આત્માની શોઘ કરવા માટે છે આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે.” (ઉ.પૃ.૪૩૨)
૧૬૮