________________
કરે બાહ્ય પર રાગ’......
સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો સુભાનુકુમાર પ્રભુના ૯ કી ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં , સાર્થવાહ સમાન, અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણ પૂર્વક સાધુપણું અંગીકાર કર્યું.
////
તેજ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી.
તે વખતે સુભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતા જોઈને તે દેવે તેમને કહ્યું કે ‘તમને એવું શું દુઃખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યા કે “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.” દેવ બોલ્યો કે “હે રાજા! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું. માટે મારા ઉપર પ્રીતિ કરો, અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરીર ઉપર પ્રીતિ કરો. હે માતા! તમે કેમ વારંવાર
૧૯૯