SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [૬ વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે-શરીરમાં કે જીવમાં ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બોલ્યો કે “તારે વિષે અથવા આ પહેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બોલ્યો કે “ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઇષ્ટ છે, અને પરમાર્થ કોઈને ઇષ્ટ નથી એવું થયું. દાન a ll - . છે (IUI નાખી *ts આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંઘ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો? સર્વ લૌકિક સંબંઘ ભ્રાંતિરૂપ જ છે, સાચો નથી. હે માતાપિતા! વિરતિરહિત સંસારી પ્રાણીઓનો સંબંધ અનાદિ કાળથી હોય છે; પણ તે અધૃવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ, શમ, દમાદિ બંઘુઓનો સંબંઘ કરવા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે; પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા અમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઇચ્છું છું–તેનો આશ્રય કરું છું. એક સમતા રૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું, અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું . બીજા સર્વ બાહ્ય વર્ગનો - બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને હું ઘર્મસંન્યાસી થયો છે. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષયોપથમિક સ્વસંપદા પ્રાપ્ત થાય ૨૦૦
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy