________________
‘નથી આશ્રય અનુયોગ’.....
નથી આશ્રય અનુયોગ'...
અનુયોગનો મને આશ્રય નથી. અનુયોગ ચાર છે. (૧) ઘર્મકથાનુયોગ (૨) : ચરણાનુયોગ (૩) કરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ.
ચાર અનુયોગરૂપ મહાનીધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર “દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ઘર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.” (વ.પૃ.૫૮૦)
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર, સૂક્ષ્મ અને ભગવાનના બોઘનું રહસ્ય દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.” (વ.પૃ.૬૩૨)
દ્રવ્યાનુયોગનું ફળ સંયમ અને એ જ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય
હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વઘારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” (વ.પૃ.૬૩૨)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર'ના આઘારે – સર્વશ્રેષ્ઠ તત્ત્વ વીતરાગ પ્રણીત ઘર્મ પૂષ્પચૂલાનું દૃષ્ટાંત – એક નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતો. તેની રાણી પુષ્પવતીને પુત્રપુત્રી સાથે જોડકું જગ્યું. તેમનાં નામ પુષ્પચૂલ તથા પુષ્પચૂલા પાડ્યા. બન્ને વચ્ચે અત્યંત પ્રેમ હોવાથી રાજાએ યુક્તિથી પ્રઘાન વગેરેની સમ્મતિ લઈને ભાઈબહેનના જ લગ્ન કરી દીઘા. આ બધું જોઈને રાજાની રાણી પુષ્પવતીને સંસારનું સ્વરૂપ વિચિત્ર ભાસ્યું અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અંતે સમાધિમરણ કરીને તે દેવલોકે ગઈ. ત્યાંથી પોતાની પુત્રી પુષ્પચૂલા જે હમણાં રાણી છે તેને દીક્ષા અપાવવા માટે સ્વપ્નમાં ભયંકર નરકનું વાસ્તવિક સ્વરૂપ દેખાડ્યું. તે વાત તેણીએ પુષ્પચૂલ રાજાને કરી. ત્યારે રાજાએ બૌદ્ધમત વગેરેના સાધુઓને બોલાવી નરકનું સ્વરૂપ પૂછ્યું. તેના જવાબમાં નરકને ગર્ભવાસના કેદખાના જેવું કહ્યું. પણ રાણીને તે બરાબર લાગ્યું નહીં. તેથી અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે સાત નરકોનું વર્ણન કર્યું. ત્યારે રાણી બોલી કે શું આપને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે ના અમને સ્વપ્ન આવ્યું નથી પણ ભગવાનના કહેલા આગમ વડે તે સર્વ જાણીએ છીએ. આગમ એ તત્ત્વલોચન છે. તેના વડે સર્વ જણાય છે.
પુષ્પચૂલાને બીજે દિવસે દેવલોકનું સ્વપ્ન એની માતાએ દેખાડ્યું. તે વિષે પણ અગ્નિકાપુત્ર
૧૧૫