________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
“શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ;
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ?” ૨
અર્થ - “કૃપાળુદેવે ક્ષાયિક સમતિ થયા પછી આ પ્રાર્થના લખી છે. શુદ્ધ ભાવ એ બહુ મોટો ગુણ છે. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ.” અનંતકાળથી જીવ શુભાશુભ ભાવ કરતો આવ્યો છે પણ શુદ્ધભાવ આવ્યો નથી. એવો શુદ્ધભાવ આવવા માટે પ્રભુ ભણી દ્રષ્ટિ કરીને એનું સ્વરૂપ વિચારવું.
લઘુતા એટલે હલકાપણું - આરંભ પરિગ્રહનો ભાર જેના ઉપર ના હોય તે. દીનતા એટલે “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે.” (૨૫૪) એવું લઘુત્વ અને દીનત્વ હે પ્રભુ મારામાં નથી. તો હે ભગવાન! હું આપ પરમસ્વરૂપને શું કહ્યું?” - પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) “શુદ્ધ ભાવ મુજમાં નથી'...
હું તો અનંત દોષનું ભાજન છું કેમકે મોટે ભાગે અશુભમાં જ રમું છું. શુભ ભાવ પણ ક્યારેક જ આવે છે. તો શુદ્ધ ભાવ તો ક્યાંથી આવે? અને શુદ્ધ ભાવ વિના મને સર્વ તુજ સ્વરૂપે એટલે સર્વમાં આત્મા જણાતો નથી.
ભાવ ત્રણ પ્રકારના છે. શુભ, અશુભ અને શુદ્ધ ભાવ. શુભ, અશુભભાવથી જીવ સંસારમાં શાતા, અશાતા પામે છે અને શુદ્ધ ભાવથી જીવનો મોક્ષ થાય છે. એવો શુદ્ધ ભાવ તે મારામાં નથી. તે શુદ્ધ ભાવ લાવવા મનને શામાં રોકવું તે પ્રજ્ઞાવબોઘના ૪૭માં પાઠમાં જણાવે છે –
“મનને આઘારે તરવાનું કે ડૂબવાનું સમજો રે, તેથી મનની શુદ્ધિ કરવા સત્પરુષને ભજો રે.
વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે.” (પ્ર.પાઠ ૪૭) અર્થ - મનને આઘારે તરવાનું કે બૂડવાનું છે. મન જો સપુરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાડી દે એમ છે. બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. તેથી મનની શુદ્ધિ કરવા માટે સત્પરુષના વચનોને સાચાભાવથી ભજજો અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો. તો મન અશુભભાવને તજી શુભભાવમાં રહેતા રહેતા શુદ્ધભાવને પામશે. તે શુદ્ધભાવ જીવને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષે લઈ જશે. -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૫૩૫) શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :
આત્માનો શુદ્ધ સ્વભાવ તે સો ટચના સોના માફક શુદ્ધ છે “સુખરૂપ આત્માનો ઘર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે.” (વ.પૃ.૭૬૬)
४०