________________
આજ્ઞાભક્તિ
“મોક્ષમાળા વિવેચન'માંથી -
“ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ એ વાણી કોના જેવી છે?
એના માટે ઉપમા જડે એમ નથી. એની સાથે સરખામણી કરવા યોગ્ય વસ્તુ જગતમાં છે જ નહીં, તેથી એને ઉપમા આપવાની તમા રાખવી = દરકાર રાખવી કે બહાદુરી કરવી વ્યર્થ છે.
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે=એને ઉપમા આપવા કોઈ પ્રયત્ન કરે તો તેની પોતાની બુદ્ધિ મપાઈ જાય છે અર્થાત્ તેની મતિની અલ્પતા જ પ્રગટ થાય છે. તેથી અહીં ઉપમા આપી નથી.” -મો.વિવેચન (પૃ.૨૪૩)
“અહો! રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ,
જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” અર્થ :- ભગવાનની અદ્ભુત અને અગાઘ વાણીનું સ્વરૂપ જોઈને પરમકૃપાળુદેવ આશ્ચર્યસહિત કહે છે કે આવી સ્યાદ્વાદયુક્ત અભુત વાણીનું સ્વરૂપ અજ્ઞાની બાલજીવોના ખ્યાલમાં આવી શકે એમ નથી. એ જિનેશ્વર ભગવાનની અનંત ભાવ અને ભેદથી ભરેલી વાણીને તો કોઈ જ્ઞાની પુરુષે જ જાણી છે, અને જાણી છે તેણે જ માણી છે અને તેણે જ તેના ભારોભાર વખાણ કર્યા છે.
“મારા રાજ પ્રભુની વાણી રે, કોઈ સંત વીરલે જાણી રે; વાલા જાણી તેણે માણી રે, વાલા માણી તેણે વખાણી રે.
મારા રાજપ્રભુની વાણી રે.” નિત્યનિયમાદિ પાઠ' માંથી -
ભાવાર્થ – “શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અજ્ઞાની જીવોને શ્રી જિનેશ્વરની વાણીનું માહાભ્ય કલ્પનામાં આવે તેવું નથી. પરંતુ જેના એકેક શબ્દમાં અનંત શાસ્ત્રો સમાઈ જાય તેવી શ્રી જિનેશ્વરની વાણી જેણે જાણી છે, એવા જ્ઞાની પુરુષોએ જ તેનું માહાસ્ય જાણ્યું છે, અને ગાયું છે.”
-નિત્ય પાઠ (પૃ.૧૫) “મોક્ષમાળા વિવેચન'માંથી -
અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ=શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે બાળ એટલે અજ્ઞાની જીવો ભગવાનની વાણી કેવી મહાન ગંભીર છે તેનો ખ્યાલ પામી શક્તા નથી અર્થાત્ તેને સમજી શકતા નથી. સમ્યગ્દર્શન થાય તો જ એનું માહાસ્ય લાગે.
જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે=એ જિનેશ્વર ભગવાનની વાણી જ્ઞાનીએ જાણી છે. તેણે જ યથાર્થ જાણી છે. તે પ્રકારે બીજાએ જાણી નથી.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૪૩)
૧૮