________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભક્તિના વીસ દોહરા'નું માહાભ્ય
શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય. શ્રી સદ્ગુરુ ભગવંત પ્રત્યે ભક્તિ પ્રગટ થવાનું રહસ્ય એટલે મર્મ-ગુણભેદ, આ વીસ દોહરાની ગાથાઓમાં બતાવેલ છે, એવા ભક્તિના આ વીસ દોહરા છે. જેનો આપણે રોજ આજ્ઞાભક્તિરૂપે પાઠ કરીએ છીએ. તેનું માહાત્મ જીવને સમજાય અને સાચી ભક્તિ પ્રગટ થાય તેના માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૫૩૪માં અને પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જે જે ઉપદેશમાં આ વીસ દોહરાનું માહાત્મ તેમના હૃદયમાં હતું તે જુદા જુદા પ્રસંગે પ્રગટ કરેલ છે. તે બધું અત્રે એકત્રિત કર્યું છે. જે વાંચવાથી આપણા હૃદયમાં પણ કંઈક એનું રહસ્ય સમજાય અને હે પ્રભુના આ વીસ દોહરા બોલતા એનું માહાસ્ય હૃદયમાં પ્રગટ રહે એવો આ સંકલન કરવાનો હેતુ છે. જે સર્વને લાભકર્તા થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. શ્રીમદ્ રાજચંદ્ર માંથી –
વીસ દોહરાની વિશેષ વિચારણા, વિશેષ ગુણો પ્રગટ થવાનું કારણ ““હે નાથ! હવે મારી કોઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં ક્ય છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સઉપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” (પત્રાંક ૫૩૪) બોઘામૃત ભાગ-૨' માંથી –
સદ્ગુરુનું શરણ લઈ રોજ વીશ દોહરાનો ભાવથી વિચાર કરવો વીશ દોહરામાં કેવા ભાવ જોઈએ? તે કહે છે. હે ભગવાન! મારી કોઈ ગતિ દેખાતી નથી. બધું લૂંટાઈ જાય એવું કર્યું છે. આ વાક્ય વાંચી પ્રભુશ્રીજીને આંસુ આવી ગયાં. પુણ્યને લીધે સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, તેઓની આજ્ઞા મળી, સમાગમ મળ્યો, પણ મેં તો અવળા જ માર્ગ આરાધ્યા છે. હે પ્રભુ, અનાદિકાળના પરિભ્રમણથી મારી નિવૃત્તિ કર. જે જે સાઘન મેં કર્યા તે બંઘનરૂપ પરિણમ્યાં છે. સર્વ આપદા આદિ નાશ કરવાનું મૂળ કારણ સદ્ગુરુ પ્રત્યે શરણભાવ છે. એમ આ જીવે વિચારવાનું છે. મનુષ્યભવ મળ્યો છે છતાં જીવ કરતો નથી. આત્મામાં શક્તિ
૧૯