________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
= કુળ
(શ્રી ઝવેરભાઈ શંભુદાસ કાવિઠાના પ્રસંગમાંથી)
આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે
શ્રી ઝવેરભાઈનો પ્રસંગ - “પરમકૃપાળુદેવ ગામથી થોડે દૂર જંગલમાં પઘારતા ત્યારે મુમુક્ષભાઈઓ સાથે જતા હતા. ત્યાં પરમકૃપાળુદેવનો બોઘ સાંભળી અમો સર્વે ભાઈઓને ઘણો જ આનંદ થતો. અપૂર્વ અલૌકિક અદ્ભુત ઉપદેશ ચાલતો હતો. તે રસ્તે થઈને
(
1 *
8 -
ShઝT ૨wy5)
=
S
કેટલાંક લોકો ઢોર ચરાવતાં જતાં ત્યારે પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઊભા રહી જતા હતા. ઢોરો કેટલેક દૂર ચાલ્યા જતા પણ પરમકૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી તેઓ આનંદ પામી ઠરી જતા અને ઘણા વખત સુધી રોકાતા હતા. ખૂબ ઉત્સાહપૂર્વક પરમકૃપાળુદેવને નમસ્કાર કરતા અને એકબીજાને વાતો કરતા કે આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે.”
સૌથી પહેલો સત્સંગ જ કર્તવ્ય છે “સત્સંગમાં ઉલ્લાસભાવ રહે છે અને થોડા વખતમાં ઘણું કામ થઈ જાય છે.”(બો.૨ પૃ.૧૦૨)
૧૩૮