________________
‘અંશ ન એકે સ્નેહનો’.....
રોજે ક્રમ ચાલુ રાખે તો સમજાય અને ઉલ્લાસભાવ આવે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવનો રોજ સવારે ભક્તિમાં ગાતા. બીજા સાંભળનારને કે ઝીલનારને કંઈ સમજાય નહીં, પણ રોજ એનો એ ક્રમ ચાલુ રહ્યો તો આજે તેનાં તે સ્તવનો અમૃત જેવાં લાગે છે. અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતો તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશો તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ આગળ ઉપર લાભ સમજાશે.'' (બો.૩ પૃ.૬૯૫)
પ્રભુ પ્રત્યે પ્રફુલ્લિત ભાવ લાવી પ્રતિદિન પ્રભુનું ધ્યાન ધરજો “નિત્ય નવીન ઉત્સાહથી, ઘરજો પ્રભુનું ધ્યાન,
સ્મરણ કરજો પ્રીતથી, તજી દેહ-અભિમાન.”
‘અંશ ન એકે સ્નેહનો'.....
હે પ્રભુ! આપના પ્રત્યે મને સ્નેહનો - પ્રેમનો એક અંશ પણ પ્રગટ્યો નહીં. કેમકે પ્રેમરૂપી મૂડી તો મેં જગતના પદાર્થોમાં વેરી દીધી છે. માટે આપના પ્રત્યે મને ક્યાંથી પ્રેમ પ્રગટે ! જ્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજી લખે છે કે –
“નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદ્ગુરુ પ્યાર છે.” ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો
“કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઇશ્વરી અદ્ભુત નિયતિ છે!
એઓ સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લુસે છે; અને જાણે નિરંતર તેની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે; તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.’” (વ.પૃ.૨૫૭)
જ્ઞાનીપુરુષનું સાચું ઓળખાણ થાય તો તેમના પ્રત્યે અપૂર્વ સ્નેહ આવે છે
“જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દૃષ્ટિ જો મલિન હોય તો તેવી સમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ
૧૩૯