________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ હોય તો બહાર શું થઈ રહ્યું છે તેનું ભાન રહે નહીં બાદશાહનું દ્રષ્ટાંત - “પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે –“એક = બાદશાહ પાથરણું પાથરીને જંગલમાં નમાઝ ભણવા બેઠો હતો. તે વખતે કોઈ બાઈ પોતાના જાર પુરુષને મળવા વેગભેર જતી હતી. બાદશાહને તે બાઈની ઠોકર વાગી, પણ નમાઝ ભણતા હતા એટલે કાંઈ બોલ્યા નહીં. 8 8 8 p * પણ મનમાં થયેલું કે એ પાછી આવે ત્યારે એને શિક્ષા કરીશ. બાઈને તો જારના મોહમાં તે ઠોકરનું કંઈ ભાન નહોતું. પણ તે પાછી આવી ત્યારે બાદશાહે તેને ઠપકો આપ્યો. તેના ઉત્તરમાં તે બાઈ બોલી કે તમને ઠોકર વાગી તેની મને કંઈ ખબર નથી, પણ તમને ખબર પડી એટલી તમારા નમાઝમાં ખામી. એ સાંભળી બાદશાહ સમજી ગયો કે જેટલો એ બાઈને સંસાર ઉપર મોહ છે તેટલો મને જો ભગવાન પ્રત્યે મોહ એટલે પ્રેમ હોત તો મને પણ ઠોકરની ખબર પડત નહીં કે કોણ આવ્યું ને કોણ ગયું? એવો પ્રેમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ પ્રત્યે હતો. પ્રભુશ્રી નડિયાદ હતા ત્યારે ખબર પડી કે કૃપાળુદેવ અમુક ટ્રેનમાં જવાના છે એટલે તેમના દર્શન કરવા તેઓ સ્ટેશન પર ગયા. ગાડી ઊપડી તો પણ દર્શનના લોભથી ડબાની સાથે ને સાથે પ્રભુશ્રી દોડવા લાગ્યા. આગળ થોરીઆની વાડ આવી તો પણ તેમને ખબર પડી નહીં અને તે વાડમાં તેઓ પડી ગયા. એમ પ્રેમમાં આખું જગત ભુલાઈ જાય છે.” -સાતસો મહાનીતિ (પૃ.૫૨) 328