________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન ક્ષમાપના'નો પાઠ (વિવેચન સહિત) થયેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી માફી માગવી તે ક્ષમાપના ક્ષમાપના એટલે જાણે અજાણે થયેલી ભૂલની માફી માગવી તે ક્ષમાપના. અથવા પશ્ચાત્તાપ કરી, થયેલી ભૂલનો સ્વીકાર કરી માફી માગવી તે ક્ષમાપના છે. ખરો પશ્ચાત્તાપ જાગે તો પાપથી પાછું વળી શકાય છે. (પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ) - પાપથી પાછા વળ્યા તો કેવળજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત - પ્રસન્નચંદ્ર રાજા હતા. વાદળનું સ્વરૂપ જોઈ વૈરાગ્ય પામ્યા. તેથી પાંચ વર્ષના બાળકને રાજગાદી ઉપર બેસાડી દીક્ષા લઈ લીધી. તેઓ એક વાર જંગલમાં ધ્યાનમાં ઊભા હતા. ત્યારે શ્રેણિક મહારાજા મોટા સૈન્ય સાથે ભગવાન મહાવીરને વંદન કરવા જતા હતાં. તેમાનાં બે સૈનિકોએ પ્રસન્નચંદ્ર મુનિને ધ્યાન કરતા જોયા ત્યારે એકે તેમની ખૂબ પ્રશંસા કરી જ્યારે બીજાએ કહ્યું કે આ રાજા મહાપાપી છે. એને પાંચ વર્ષના બાળકને રાજ્ય આપી દીક્ષા લીધી. પણ એના વૈરીઓ તે બાળકને હણી રાજ્ય લઈ લેશે. તે સાંભળી પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનમાં થયું કે મારા જીવતા બાળકને હણી રાજ્ય લેનાર કોણ છે? એવા વિચારથી મનમાં અનેક સૈનિકો સાથે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. તે વખતે શ્રેણિક રાજાએ પ્રસન્નચંદ્ર મુનિને વંદન કરી તેમની ) અડોલ સ્થિરતા જોઈ ભગવાન પાસે - જઈ પૂછ્યું કે આ મુનિ જો હવે કાળધર્મ પામે તો ક્યાં જાય? 2 . ભગવાને કહ્યું સાતમી નરકમાં. એમ ... થોડી થોડી વારે પૂછતાં ભગવાને કહ્યું : છઠ્ઠી નરકે, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી, પહેલીમાં. કેમકે પ્રસન્નચંદ્ર મુનિ મનમાં લડતા લડતાં શસ્ત્રો બઘા પૂરા થવાથી માથાનો મુકુટ લઈ મારવા હાથ ઉંચો કર્યો કે માથું તો મુંડન થયેલું જણાયું. ત્યારે અરે! મેં આ શું કર્યું? હું તો દિક્ષિત છું. મેં મહાપાપ કર્યું. હું આવા ભયંકર વિચારમાં ક્યાં ચઢી ગયો. એમ પશ્ચાત્તાપ કરી પાછા હઠતા હઠતા ઠેઠ શ્રેણિ માંડીને ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ -Ii ) વિ . રેણિક રાજાએ 329