________________ આજ્ઞાભક્તિ તેથી શ્રેણિક વારંવાર પૂછતાં ભગવાને અનુક્રમે કહ્યું–પહેલા દેવલોકમાં, ચોથા, બારમા દેવલોક વગેરેમાં જાય. થોડીવારમાં દેવદુદુભિ વાગી. ત્યારે શ્રેણિકરાજાએ ભગવાનને પૂછતાં કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું છે. એમ પાપના પશ્ચાતાપથી કે ક્ષમાપનાથી ભયંકર પાપોમાંથી પણ પાછું વળી શકાય અને ઠેઠ કેવળજ્ઞાન સુધી પણ પહોંચી શકાય છે. માટે પશ્ચાત્તાપ કે ક્ષમાપના એ પાપનું પ્રતિક્રમણ છે. પ્રતિસામે, ક્રમણ=જવું તે. પૂર્વે લાગેલા દોષોની સામે જવું અર્થાત્ તે દોષોને લક્ષમાં લઈ તેથી પાછા હઠવું તે પ્રતિક્રમણ છે અથવા પશ્ચાત્તાપ છે. પશ્ચાત્તાપથી પાપનું નિવારણ થાય છે અને ફરી એવા દોષો કરતાં જીવ અટકે છે. પોતાના દોષોનું નિરીક્ષણ કરી, ગુરુ આગળ તે દોષોની કબુલાત કરી, પશ્ચાત્તાપ કરવો તે આલોચના છે. ગુરુ હાજર હોય તો દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત પણ આપે. રાત્રે સૂતાં પહેલાં ક્ષમાપનાનો પાઠ બોલી તેના વિચારમાં જ રહેવું (પ્રભુશ્રીએ “તત્ત્વજ્ઞાન’માંથી ક્ષમાપનાનો પાઠ કાઢી, એક મુમુક્ષુને કહ્યું :) “પ્રભુ, આ એક ચંડીપાઠની પેઠે રોજ, દિન પ્રતિ નાહીધોઈને ભણવાનો પાઠ છે. મોઢે થઈ જાય તો કરવા જોગ છે. બને તો રાત્રે સૂતા પહેલાં પણ તેના વિચારમાં જ રહેવું.” (ઉ.પૃ.૩૧૦) માન મૂકી હું અઘમમાં પણ અઘમ છું એમ કરે તો પાપ આવતાં અટકે “જીવને અભિમાન પેસી જાય છે. માન હોય ત્યારે ગમે ત્યારે લુંટાય છે. માન આવે તો ભગવાન ખસી જાય. “અઘમાધમ છું' એ ટકવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવું કૃપાળુદેવે બધું લખ્યું છે. એક ક્ષમાપના” બોલે તો બધું ઝેર ઊતરી જાય.” -બો.૧ (પૃ.૩૮૮) વિચારપૂર્વક ક્ષમાપનાનો પાઠ થાય તો પોતાના દોષો દેખાય “અનાદિની ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાઘન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. -બો.૩ (પૃ.૫૨) ‘નિત્યનિયમાદિ પાઠ” માંથી - “હે ભગવાન! હું બહું ભૂલી ગયો.” શું ભૂલી ગયો? તો કે પરને પોતાનું માની, પોતે પોતાને ભૂલી ગયો “વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો. હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મમરણ થયાં કરે છે, તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.” 330