________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન ભરતેશ્વરને એ ભૂલ સમજાઈ કે શરીર, કુટુંબ, ઘનાદિ કોઈ મારા નથી દો “ભાવનાબોઘમાં કૃપાળુદેવે ભરતેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે, તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વપરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપમાન માનું છું તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહા દુર્ગધી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારાં ક્યાંથી હોય? એ સર્વને મેં મારા માન્યાં, તેમાં સુખની કલ્પના કરી તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી.” ભરતેશ્વર પરમાં મારાપણું છોડી ભૂલ ટાળી તો કેવળજ્ઞાન પ્રગટ્યું “હવે કોઈ પણ વસ્તુમાં મમત્વ ન કરું. અહો! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતામાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું અને શુક્લધ્યાન પ્રાપ્ત થયું તેથી અશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયાં તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું! ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું.” બોઘામૃત ભાગ-૧,૩' માંથી - પોતાના આત્માની ઓળખાણ કરવાનું જીવ ભૂલી ગયો છે હે ભગવાન! હું ભૂલી ગયો”, એમ લાગે તો વિચાર આવે કે શું ભૂલ્યો? ભૂલ સમજાય ત્યારે ભૂલથી અટકે. મનુષ્યભવ છૂટવા માટે છે. લાગ આવ્યો છે. છૂટ્યો તો છૂટ્યો, નહીં તો પછી લખચોરાશીમાં ભટકવું પડશે. ખાસ કરવાનું છે તે પડી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. ચેતે તો થાય. જ્યારે ત્યારે ચેતશે ત્યારે થશે. કોઈ કરી આપશે નહીં. પોતે કરવું પડશે. આ કાળમાં ઢીલ કરવા જેવું નથી. પોતાને જ કરવાનું છે. ઢીલ કરે તેટલો છેતરાય છે. કર્યું એટલું કામ. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાય તેટલું કરી ચૂકવું.” -.1 (પૃ.૨૯૧) ભૂલની ખબર પડી તો મારાપણું નીકળી ગયું એક વ્યકિતનું દૃષ્ટાંત - એક વ્યક્તિ ચાદર ઓઢીને સૂતો હતો. તેને બીજા એક વ્યક્તિએ આવીને કહ્યું કે આ ચાદર તો મારી છે. ત્યારે ચાદર ઓઢીને સૂતેલી વ્યક્તિએ કહ્યું કે ના આ તો મારી છે. ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું : જો આ ચાદર ઉપર મારું નામ લખેલું છે. તે જોઈ સૂતેલી વ્યક્તિએ કહ્યુંમારી ભૂલ થઈ. મારી પણ ચાદર એવી જ છે. પણ ઊઠીશ ત્યારે પાછી આપીશ. પણ હવે તેના મનમાં એમ થઈ ગયું કે આ ચાદર તે મારી નથી. ભલે તે ઓઢીને સૂતો છે પણ એમાંથી મારાપણું નીકળી ગયું. 331