________________ આજ્ઞાભક્તિ મંત્રમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો છે તમે સ્મરણમંત્રનો અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છે : “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?” (166) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલો શબ્દ છે, તો તેમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો હોવો જોઈએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાન ચક્ષુ પણ જોઈશે. પણ તેની સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી રહેવું ઘટતું નથી.” -બો.૩ (પૃ.૨૯૩) મંત્રની વારંવાર સ્મૃતિથી પ્રભુકૃપાએ તેનો ગૂઢ આશય સમજાય. આપણને સદ્ગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાડવાથી મંત્રનો પરમાર્થ પ્રગટવાનું કારણ છેજી.” -બો.૩ (પૃ.૨૯૭) આત્માને મંત્રથી સદાય પવિત્ર રાખવા જાપ ચૂકવો નહીં સર્વ અવસ્થામાં શુચિ-અશુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે, એમ પ.ઉ. પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથીજી.” બો.૩ (પૃ.૩૨૬) ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વઘતો જાય તેમ કરવું “એકાંતનો વખત મળે તેટલો સ્મરણ એટલે માળા ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે તેનો હિસાબ પણ રાખવો. આંગળી ઉપર વેઢા છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો થોડો વધારો કરતા રહેવું અને દરરોજ ચાળીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચી ત્યારે કેમ મન રહે છે, માળાનો ક્રમ વઘારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી. બને તો રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વઘતો જાય તેમ થોડે થોડે રોજ વઘારતા રહેવાની જરૂર છે.” -બો.૩ (પૃ.૩૩૯), મંત્ર છે તે એકાગ્રતા, જાગૃતિનું પ્રબળ કારણ છે “મંત્ર આરાઘના વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુ જીવને એ પ્રબળ કારણ છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી તો એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ.” બો.૩ (પૃ.૩૮૮) ક્રોઘ, માન, માયા, લોભ ઘટાડવાના લક્ષે માળા ફેરવવાથી મન ભટકતું અટકે “માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાનો અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્ચયનો કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાનો રાખવો, જેમ કે અત્યારે બે-પાંચ મિનિટ અવકાશ છે તો જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી 384