________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’... માળામાં ક્રોઘ દૂર કરવાનો એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોઘ કરવો નથી, પ્રાણ : ક લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોઘ કરવો નથી, એવો નિશ્ચય કે) ક્ષમાગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એકલો મંત્ર છે બોલાતો હોય ત્યારે મન થોડી વારે બીજી કોઈ બાબતમાં ખેંચાઈ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી આવી સલાહ જ્ઞાની પુરુષોએ આપી છે કે તેને જરૂર પડે તો આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રોકવું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી વિનયગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડ્યે રોકવું. ત્રીજીમાં માયા તજી સરળતા ઘારણ કરવા, ચોથીમાં લોભ ઘટાડી સંતોષ વધારવા મનને વાળવું.” –બો.૩ (પૃ.૪૦૧) મંત્ર વડે કેવી કમાણી થાય? તો કે સર્વ ફિકર, ચિંતા, ક્રોધાદિ નાશ પામે “જન્મમરણ છૂટે એવું સત્સાઘન પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તો હરતાં, ફરતાં, કામ કરતાં, રાંઘતા, સીંઘતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું 385