________________ આજ્ઞાભક્તિ FE ની સ્મરણ ચાલુ જ જીભે રટાયા કરે એવી ટેવ પાડી મૂકી હોય તો કેવી કમાણી થયા કરે! ફિકર, ચિંતા, ક્રોઘ, અરતિ, ક્લેશ, કંકાસ, શોક, દુઃખ બઘાં આર્તધ્યાનનાં કારણો, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઈ જાય.” બો.૩ (પૃ.૪૪૬) દેહ છૂટી ગયા પછી ખબર પડે તો પણ થોડીવાર મંત્રનું સ્મરણ કર્યા કરવું પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાચન વગેરે બંઘ કરી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તોપણ થોડી વાર તેમ જ કર્યા કરવું.” –બો.૩ (પૃ.૪૫૬) પરમકૃપાળુદેવની કૃપાથી મંત્ર મળ્યો તે સર્વ પ્રસંગમાં શાંતિ આપનાર છે “પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેજી. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાયક્લેશથી આત્મા સંતાપ પામે છે.” -બો.૩ (પૃ.૪૭૪) મંત્ર રટણમાં ઘનાદિ કાંઈ ન જોઈએ. માત્ર છૂટવાની ઘગશ જોઈએ મંત્ર સ્મરણ તેલની ઘાર પેઠે અતૂટ રહ્યા કરે તેવો પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તો કિંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિકતા જોઈતી, નથી બળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઈતી કે નથી ઘન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ઘગશ લાગવી જોઈએ.” ઓ.૩ (પૃ.૪૭૬) પરાયા વિકલ્પો ભૂલી હવે તો માત્ર મંત્રમાં જ ચિત્તને પરોવવું “મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદી એ, પામું સાચો જીવન-પલટો મોક્ષમાર્ગી થવાને.” (પ્રજ્ઞાવબોધ-૭૪) મંત્રનું સ્મરણ કરતાં પરમકૃપાળુદેવની દશા પામી શકાય “પરમકૃપાળુદેવે આપેલા મંત્રનું સ્મરણ કરતાં કરતાં પરમકૃપાળુદેવની દશા પામવા હવે તો જીવવું છેજી.” -બો.૩ (પૃ.૫૦૯) “સહજાત્મ સ્વરૂપ'માં નવકાર વગેરે અનેક મંત્રો સમાય છે “તેમની હાલ ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”- મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય 386