________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી વિષયોની બળતરામાં પેસવાનો તેને વખત નહીં મળે. કાં તો કામ, કે કાં તો સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું.” બો.૩ (પૃ.૨૭૭) પુત્ર, ઘન કે દેવલોક માટે નહીં પણ જન્મમરણ ટાળવા મંત્ર જપીશ હે પ્રભુ! આપની આજ્ઞાથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાઘન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પોષવાની ભાવના ન રાખવી. લોકો દીકરા માટે, ઘન માટે કે દેવલોકનાં સુખ માટે ઘર્મ કરે છે કે મંત્ર જપે છે; તેમ ન કરતાં o o o o o o * જન્મમરણ ટાળવા અને મોક્ષ થાય તેટલા માટે જ આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળ્યો છે, તે જેવો તેવો નથી. જ્ઞાની પુરુષે આત્મા જેવો જામ્યો છે, અનુભવ્યો છે, અને કહ્યો છે તેવો આત્મા મારે માનવો છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમપુરુષે યોજ્યો છે; તે આત્માર્થે જ હું તેને જપ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે; મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું. જેમ કોઈ કૂવામાં પડી ગયો હોય અને તેને તરતાં આવડતું ન હોય છતાં દોરડું હાથમાં આવી જાય તો પછી તે ડૂબે નહીં, દોરડે દોરડે બહાર નીકળી શકે તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલો મારો ઉદ્ધાર કરનાર છે એટલો વિશ્વાસ રાખી બને તેટલી વાર રાતદિવસ જપ્યા કરવા યોગ્ય છે.” -બો.૩ (પૃ.૨૭૮) 383