________________ આજ્ઞાભક્તિ પ.પૂ.પ્રભુશ્રીજી કહે–મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પરમ કૃપાવંત પ.પૂ.પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમ પુરુષ દ્વારા = પ્રાત, જણાવી. તે મંત્રનું એટલું બધું માહાભ્ય તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગનો નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસાર વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાઘન કરવાથી જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તો ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે.” -બો.૩ (પૃ.૨૦૧) પરમકૃપાળુદેવનું શરણ લઈ, મંત્રને હૃદયમાં રાખી, નિર્ભય રહીશ. “આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં સોંપું અને તેણે જણાવેલો મંત્ર એ જ મીંઢળ ને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી.” -બો.૩ (પૃ.૨૧૮) મન કાં તો કામમાં, કાં સ્મરણમાં; પણ એને નવરું રાખવું નહીં “વિષયકષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી / છે ઇ e e e 8 સંભારી તેમાં હૃદયને જોડી દેવું એટલે વિષય-કૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા 382